ભારતની પ્રથમ LNG ટ્રેન, કવચ, સ્વચાલિત સિગ્નલિંગ, WAG-12 લોકો શેડ અને સાબરમતી–સરખેજના ડબલિંગથી રેલવે સુરક્ષા, ક્ષમતા અને પર્યાવરણ સંરક્ષણને મળશે નવું પરિમાણ

માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા 27 સપ્ટેમ્બર 2026ના રોજ સાબરમતી ખાતે ₹1,542 કરોડથી વધુની વિવિધ મહત્વપૂર્ણ રેલ પરિયોજનાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, માનનીય સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય મેયર શ્રી હિતેશભાઈ બારોટ, અમદાવાદ તથા ગાંધીનગર વિસ્તારના માનનીય ધારાસભ્યો સહિત અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

જાહેરાતAdvertisement

આ કાર્યક્રમમાં WAG-12 સાબરમતી લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું લોકાર્પણ, સાબરમતી–સાણંદ–ભાંડુ મોટીદાઉ તથા સાબરમતી–કલોલ–જખવાડા રેલખંડ પર સ્વચાલિત સિગ્નલિંગ પ્રણાલીનું લોકાર્પણ, સાબરમતી–સરખેજ રેલ લાઇનનું "ડબલિંગ, અમદાવાદ–પાલનપુર તથા અમદાવાદ–સામાખિયાળી રેલખંડ પર કવચ પ્રણાલીનો શિલાન્યાસ તેમજ WAG-12 ઇલેક્ટ્રિક લોકોમોટિવ અને ભારતની પ્રથમ LNG સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવાનો સમાવેશ થાય છે.

*માનક કવચ પ્રણાલીથી રેલવે સુરક્ષાને મળશે વધુ મજબૂતી*

અમદાવાદ મંડળમાં આશરે ₹411 કરોડના ખર્ચે કુલ 404 કિલોમીટર રેલખંડને સ્વદેશી માનક કવચ (Standard Kavach) પ્રણાલીથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. તેમાં અમદાવાદ–પાલનપુર સેક્શનના 157 કિલોમીટર તથા અમદાવાદ–સામાખિયાળી સેક્શનના 247 કિલોમીટર રેલખંડનો સમાવેશ થાય છે.

અમદાવાદ–સામાખિયાળી મુખ્ય લાઇન સેક્શનમાં કવચ પ્રણાલીના કમિશનિંગ સાથે બ્લોક સેક્શનમાં આધુનિક સ્વચાલિત ટ્રેન સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ થઈ ગઈ છે. આ પ્રણાલી ટ્રેનો વચ્ચે સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા તેમજ માનવીય ભૂલોના કારણે થતા અકસ્માતોના જોખમને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

કવચના મુખ્ય લાભો

• આમને-સામને થતી ટક્કરના જોખમને ઘટાડવામાં સહાયરૂપ.

• પાછળથી થતી ટક્કરની સંભાવનામાં ઘટાડો.

• નિર્ધારિત ગતિમર્યાદા કરતાં વધુ ઝડપ થાય ત્યારે સુરક્ષા પ્રદાન કરે છે.

• ટ્રેન સંચાલનની સુરક્ષા અને વિશ્વસનીયતામાં વધારો.

• આધુનિક સ્વદેશી ટેક્નોલોજી દ્વારા સુરક્ષિત રેલ સંચાલનને પ્રોત્સાહન.

*સ્વચાલિત બ્લોક સિગ્નલિંગથી રેલ સંચાલનને મળશે નવી ગતિ*

અમદાવાદ મંડળના સાબરમતી–કલોલ–ભાંડુ મોટીદાઉ તથા સાબરમતી–સાણંદ–જખવાડા સેક્શનમાં કુલ 122.57 કિલોમીટર રેલખંડ પર આશરે ₹118.83 કરોડના ખર્ચે સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ (ABS) પ્રણાલીનો પ્રાવધાન કરવામાં આવ્યો છે.

આ આધુનિક પ્રણાલી ટ્રેનો વચ્ચે સુરક્ષિત અંતર જાળવવામાં મદદરૂપ થશે તેમજ એક જ રેલમાર્ગ પર વધુ ટ્રેનોનું સુરક્ષિત અને વ્યવસ્થિત સંચાલન શક્ય બનાવશે. આથી સેક્શનની લાઇન ક્ષમતામાં વધારો થશે, સંચાલન વધુ સુચારુ બનશે તથા ટ્રેનોની સમયપાલનમાં સુધારો થશે.

મુખ્ય લાભો: સુરક્ષિત અંતર • વધુ લાઇન ક્ષમતા • બહેતર સમયપાલન • માનવીય હસ્તક્ષેપમાં ઘટાડો • વધુ કાર્યક્ષમ સંચાલન

*ભારતીય રેલવેની પ્રથમ LNG ટ્રેન: સ્વચ્છ ઊર્જાની દિશામાં નવીન પહેલ*

ભારતીય રેલવેએ સ્વચ્છ, પર્યાવરણને અનુકૂળ તથા કિફાયતી રેલ સંચાલનની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં પ્રથમ વખત ટ્રેનની ડ્રાઇવિંગ પાવર કાર (DPC) માં LNG આધારિત ફ્યુઅલ સિસ્ટમ સફળતાપૂર્વક અપનાવી છે.

સાબરમતી ખાતે આવેલા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોમાં 1400 HP ક્ષમતા ધરાવતી 02 ટ્રેનોની DPCને ડીઝલ+LNG ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવી છે. તેમાં ડીઝલના સ્થાને આશરે 40 ટકા સુધી LNGનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બંને DPC પર 2,000 કિલોમીટરથી વધુનું સફળ ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે.

LNGના ઉપયોગથી ઇંધણના ખર્ચમાં ઘટાડા સાથે CO₂, NOx તથા પાર્ટિક્યુલેટ મેટર જેવા પ્રદૂષક ઉત્સર્જનને ઘટાડવામાં પણ મદદ મળશે. પરીક્ષણના આંકડા અનુસાર, એક DPCથી આશરે ₹11.9 લાખ પ્રતિવર્ષ તથા 8-કોચ રેકથી આશરે ₹23.9 લાખ પ્રતિ વર્ષની બચત શક્ય છે.આ પહેલ ઊર્જા કાર્યક્ષમતા, ઓછા કાર્બન ઉત્સર્જન અને પર્યાવરણને અનુકૂળ રેલ પરિવહનની દિશામાં ભારતીય રેલવેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

સાબરમતીમાં ₹700 કરોડનો અત્યાધુનિક WAG-12 જાળવણી શેડ, ઉચ્ચ ક્ષમતાવાળી માલવહન ને મળશે નવો આધાર

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવેલા સાબરમતી લોકોમોટિવ શેડને 300 અત્યાધુનિક WAG-12 HHP ઇલેક્ટ્રિક લોકોમોટિવના હોમિંગ તથા જાળવણી માટે આશરે ₹700 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. WAG-12 લોકોમોટિવ આશરે 12,000 HP ક્ષમતા ધરાવતા ઉચ્ચ ક્ષમતાવાળા ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે, જે ભારે અને લાંબી માલગાડીઓના સંચાલન માટે મહત્વપૂર્ણ છે.

300 WAG-12 લોકોમોટિવની જાળવણી માટે M/s Madhepura Electric Locomotive Private Limited (MELPL) તથા લોકોમોટિવ શેડ, સાબરમતી વચ્ચે મેન્ટેનન્સ સર્વિસ એગ્રીમેન્ટ (MSA) કરવામાં આવ્યું છે. હાલમાં 154 WAG-12 લોકોમોટિવનું હોમ કરવામાં આવ્યું છે તથા વર્ષ 2027-28 સુધીમાં કુલ 300 લોકોમોટિવ પ્રાપ્ત કરવાની યોજના છે.

મુખ્ય લાભો

• WAG-12 લોકોમોટિવની ઉપલબ્ધતા અને વિશ્વસનીયતામાં વધારો.

• અત્યાધુનિક સુવિધાઓથી જાળવણી કાર્યક્ષમતામાં સુધારો.

• ભારે અને લાંબી માલગાડીઓના સંચાલનને પ્રોત્સાહન.

• માલવહન ક્ષમતા તથા સંચાલન કાર્યક્ષમતામાં વધારો.

• વૈજ્ઞાનિક જાળવણી તથા બહેતર તકનીકી દેખરેખ.

• ભવિષ્યની જાળવણી જરૂરિયાતો માટે મજબૂત અને આધુનિક માળખાકીય સુવિધાઓ.

સાબરમતી–સરખેજ રેલખંડ ડબલિંગ પરિયોજના; રેલ ક્ષમતા અને સરખેજ–ધોલેરા કનેક્ટિવિટીને મળશે નવું પરિમાણ

આશરે ₹313.27 કરોડના ખર્ચે 21 કિલોમીટર લાંબા સાબરમતી–સરખેજ રેલખંડના ડબલિંગની પરિયોજના અમદાવાદ વિસ્તારમાં વધી રહેલી રેલ ટ્રાફિકની જરૂરિયાતોને પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પરિયોજનાને માર્ચ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ પરિયોજના અંતર્ગત સાબરમતી, ગાંધીગ્રામ, વસ્ત્રાપુર અને સરખેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે. પરિયોજનામાં 16 નાના પુલ, 13 રોડ અંડર બ્રિજ (RUB), 1 મેજર બ્રિજ (ROR) તથા 6 સમપાર ફાટક સંબંધિત કામોનો સમાવેશ થાય છે.

પરિયોજનાના મુખ્ય લાભો

• રેલ લાઇનની ક્ષમતામાં નોંધપાત્ર વધારો.

• વધુ ટ્રેનોના સુચારુ અને અવિરત સંચાલનમાં સુવિધા.

• ટ્રેનોના ડિટેન્શન તથા સંચાલન સંબંધિત અવરોધોમાં ઘટાડો.

• મુસાફર તથા માલવહન માટે બહેતર રેલ સંપર્ક.

• સરખેજ–ધોલેરા વિસ્તારની કનેક્ટિવિટીમાં મજબૂતી.

• ઔદ્યોગિક તથા વાણિજ્યિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન.

• પ્રાદેશિક આર્થિક વિકાસ તથા રોજગારીની તકોને વેગ.