પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓગસ્ટ 2026 દરમિયાન વાણિજ્યિક પ્રવૃત્તિઓ, માલ પરિવહન, પાર્સલ, ટિકિટ ચેકિંગ તથા નોન-ફેર રેવન્યુના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. અમદાવાદ મંડળે ઓગસ્ટ 2026માં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કુલ ₹804.58 કરોડની આવક મેળવી છે, જ્યારે ઓગસ્ટ 2025માં કુલ આવક ₹778.20 કરોડ રહી હતી. આ રીતે ઓગસ્ટ 2026 માં ગયા વર્ષની સરખામણીએ ₹26.38 કરોડનો વધારો નોંધાયો છે. અમદાવાદ મંડળે વિવિધ ક્ષેત્રોમાં વધુ સારું મહેસૂલ પ્રાપ્ત કરવાની સાથે નવા વ્યવસાયિક અવસરો પણ વિકસાવ્યા છે.

*ઓગસ્ટ 2026 દરમિયાન માલ પરિવહન અને ઓપરેશન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ*

જાહેરાતAdvertisement

અમદાવાદ મંડળ દ્વારા ઓગસ્ટ 2026માં 4.4651 મિલિયન ટન માલનું લોડિંગ કરવામાં આવ્યું, જે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં 7% વધુ છે. આ દરમિયાન માલ આવક તરીકે ₹631.31 કરોડની આવક પ્રાપ્ત થઈ, જે ઓગસ્ટ 2025ની સરખામણીએ 6.13% વધુ છે.

તે જ રીતે, પાર્સલ આવક ₹7.17 કરોડ રહી, જે માસિક લક્ષ્યાંક ₹6.58 કરોડ કરતાં 9% વધુ અને ગત વર્ષની ₹6.29 કરોડની આવક કરતાં 14% વધુ છે. ઓગસ્ટ 2026માં ટિકિટ ચેકિંગ દ્વારા ₹2.48 કરોડની આવક થઈ, જે લક્ષ્યાંક કરતાં 0.81% અને ગત વર્ષની સરખામણીએ 21% વધુ છે.

ઓગસ્ટ 2026 દરમિયાન સરેરાશ 218.84 ટ્રેનો પ્રતિદિન ઇન્ટરચેન્જ થઈ, જે ગત વર્ષની સરખામણીએ 2.5% વધુ છે. DFC પોઈન્ટ્સ પર સરેરાશ ઇન્ટરચેન્જ 11.8% વધીને 100.81 ટ્રેનો પ્રતિદિન રહ્યું.

પરિચાલન ક્ષમતા વધારવા માટે સામાખિયાળી-વોંધ-ભચાઉ, સાણંદ-છારોડી-જખવાડા તથા આંબલિયાસણ-જાગુદન-મહેસાણા-ભાંડુ મોટીદાઉ રેલખંડોમાં ઓટોમેટિક સિગ્નલિંગનું કમિશનિંગ કરવામાં આવ્યું. આ ઉપરાંત, ઓગસ્ટ મહિનામાં 365 લોંગ હોલ ટ્રેનો દોડાવવામાં આવી, જે ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

યાત્રી સુવિધાઓના ક્ષેત્રમાં વિવિધ ટ્રેનોમાં 464 વધારાના કોચ જોડવામાં આવ્યા તથા 19423/19424 અમદાવાદ-ભાગલપુર સાપ્તાહિક એક્સપ્રેસનું સંચાલન શરૂ કરવામાં આવ્યું.

*ફ્રેઇટ ક્ષેત્રમાં ‘બેસ્ટ એવર’ સિદ્ધિઓ*

ઓગસ્ટ 2026માં અનેક ટર્મિનલોએ અત્યાર સુધીની પોતાની શ્રેષ્ઠ માસિક ફ્રેઇટ આવક નોંધાવી છે. આર્ય ફ્રેઇટ ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ, ભીમાસર (AFGB) દ્વારા ₹9.85 કરોડની રેકોર્ડ માસિક ફ્રેઇટ આવક હાંસલ કરવામાં આવી છે, જ્યારે અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન માર્ચ 2026માં ₹9.48 કરોડ રહ્યું હતું.

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ ટર્મિનલ (DDPS) દ્વારા ₹6.30 કરોડ તથા નવકાર કોર્પોરેશન–વાધરવા (NCLW) દ્વારા ₹18.47 કરોડની અત્યાર સુધીની શ્રેષ્ઠ માસિક ફ્રેઇટ આવક નોંધાવવામાં આવી છે.

*નવા ગંતવ્યો અને નવા ગ્રાહકો સાથે વ્યવસાયમાં વધારો*

અમદાવાદ મંડળે વિવિધ રેલવે મંડળો સાથે મળીને નવા ગંતવ્યો માટે માલ પરિવહનને પ્રોત્સાહન આપ્યું છે. આ અંતર્ગત દક્ષિણ પશ્ચિમ રેલવેના ડોડબલ્લાપુર માટે ઓટોમોબાઇલની 7 રેક દ્વારા ₹2.29 કરોડની આવક તથા દક્ષિણ રેલવેના અરક્કોનમ માટે કન્ટેનરની 4 રેક દ્વારા ₹2.07 કરોડની આવક સહિત વિવિધ નવા ગંતવ્યોથી નોંધપાત્ર આવક અર્જિત થઇ.

નવા ગ્રાહકોમાં ITC Limited, Central Warehousing Corporation, Birla Corporation Limited તથા Shivshakti Sea Link Pvt. Ltd.નો સમાવેશ થાય છે. આ પૈકી શિવશક્તિ સી લિંક દ્વારા આયાત કરવામાં આવેલા સ્ટીમ કોલની 3 રેકથી ₹1.15 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.

*નવી કોમોડિટી અને નવી સુવિધાઓ*

ઓગસ્ટ મહિનામાં ચૂનાના પથ્થર (Limestone) ની 5 રેકનું પરિવહન કરવામાં આવ્યું, જેના દ્વારા ₹1.91 કરોડની વધારાની આવક પ્રાપ્ત થઈ. આ ઉપરાંત, શિવલખા ખાતે M/s KMT Engineering Private Limitedનું GCT તા. 6 ઓગસ્ટ 2026ના રોજ કમિશન કરવામાં આવ્યું તથા સાંતલપુર ખાતે તા. 20 ઓગસ્ટ 2026ના રોજ વધારાના નવા વેઇબ્રિજનું કમિશનિંગ કરવામાં આવ્યું.

*કેટરિંગ અને ખાદ્ય સુરક્ષા પર વિશેષ ભાર*

ઓગસ્ટ મહિનામાં ખાદ્ય સુરક્ષા નિયમો પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ મંડળની તમામ 14 બેઝ કિચન અને 1 રિફ્રેશમેન્ટ રૂમનું અચાનક નિરીક્ષણ કરવામાં આવ્યું. ગંભીર અનિયમિતતાઓ બદલ કુલ ₹34.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો તેમજ વિવિધ અનિયમિતતાઓને કારણે 26 કેટરિંગ યુનિટ્સ બંધ કરવામાં આવી.

*પાર્સલ સેવાઓમાં પણ નોંધપાત્ર પ્રગતિ*

તા. 19 અને 20 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલા ઈ-ઓક્શનમાં 3 પાર્સલ એસેટ્સ લીઝ પર આપવામાં આવ્યા, જેના દ્વારા ત્રણ વર્ષમાં કુલ ₹2.26 કરોડની આવક થવાની અપેક્ષા છે.

અમદાવાદ મંડળે તા. 30 ઓગસ્ટ 2026ના રોજ 50મી JPP-RCS પાર્સલ સેવાનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. કુલ 50 ટ્રિપ દ્વારા નાણાકીય વર્ષ 2025-26માં ₹3.85 કરોડ તેમજ ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં 30 ઓગસ્ટ સુધી ₹2.45 કરોડની પાર્સલ આવક પ્રાપ્ત થઈ છે.

*ટિકિટ ચેકિંગ અને સ્વચ્છતા અભિયાન*

ટિકિટ ચેકિંગ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં વિવિધ ફોર્ટ્રેસ, એમ્બુશ તથા સ્પેશિયલ ફોર્ટ્રેસ ચેક કરવામાં આવ્યા. સ્પેશિયલ ફોર્ટ્રેસ ચેક દરમિયાન 1,678 અનિયમિત મુસાફરીના કેસ પકડવામાં આવ્યા અને ₹15.74 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો.

સ્ટેશનોને સ્વચ્છ અને ધૂમ્રપાનમુક્ત રાખવા માટે ચલાવવામાં આવેલા અભિયાનો દરમિયાન ગંદકી ફેલાવવા, થૂંકવા વગેરેના આશરે 988 કેસ પકડવામાં આવ્યા, જેમાંથી ₹2.47 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો. ધૂમ્રપાનના 9 કેસમાં ₹0.18 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો.