બલ્ગેરિયા ખાતે ગત 29 અને 30 જુલાઈ દરમિયાન યોજાયેલી પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ મેથેમેટિક્સ કોમ્પિટિશન (IMC)માં ભારતીય વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને વૈશ્વિક સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. ભારત સરકારના પરમાણુ ઊર્જા વિભાગ હેઠળના નેશનલ બોર્ડ ફોર હાયર મેથેમેટિક્સ (NBHM) દ્વારા આ સ્પર્ધા માટે ભારતીય ટીમને આર્થિક સહયોગ પુરો પાડવામાં આવ્યો હતો.
આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતના ચાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ મેડલ જીતીને અભૂતપૂર્વ સફળતા મેળવી છે, જેની વિગતો નીચે મુજબ છે:

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
1. ભવ્ય તિવારી (IIT બોમ્બે, B.Tech કોમ્પ્યુટર સાયન્સ - ત્રીજું વર્ષ): ૧૦૦ માંથી ૭૯ ગુણ સાથે વૈશ્વિક સ્તરે ૧૦ થી ૧૨મું રેન્ક મેળવી 'ગોલ્ડ મેડલ અને ગ્રાન્ડ ફર્સ્ટ પ્રાઈઝ' જીત્યું.
2. શૌનક કર (ISI કોલકાતા, B.Stat - ત્રીજું વર્ષ): ૧૦૦ માંથી ૬૫ ગુણ અને ૪૦ થી ૪૬મો રેન્ક મેળવી 'ગોલ્ડ મેડલ અને ફર્સ્ટ પ્રાઈઝ' પ્રાપ્ત કર્યું.
3. પાર્થ વર્તક (IIT બોમ્બે, B.Tech કોમ્પ્યુટર સાયન્સ - બીજું વર્ષ): ૧૦૦ માંથી ૫૭ ગુણ અને ૮૬ થી ૯૨મો રેન્ક મેળવી 'ગોલ્ડ મેડલ અને ફર્સ્ટ પ્રાઈઝ' મેળવ્યું.
4. નીરવ ભટ્ટડ (IIT બોમ્બે, B.S. મેથેમેટિક્સ - ચોથું વર્ષ): ૧૦૦ માંથી ૫૫ ગુણ અને ૯૭ થી ૧૦૨મો રેન્ક મેળવી 'સિલ્વર મેડલ અને સેકન્ડ પ્રાઈઝ' પોતાના નામે કર્યું.

આ સફળ ભારતીય ટીમનું નેતૃત્વ દેશના બે અગ્રણી ગણિતશાસ્ત્રીઓ અને પ્રોફેસરો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ડૉ. વિનય આચાર્ય કે જેઓ એસોસિએટ પ્રોફેસર, ગણિતશાસ્ત્ર, ફર્ગ્યુસન ઓટોનોમસ કોલેજ, પુણે અને ટ્રસ્ટી, ભાસ્કરાચાર્ય પ્રતિષ્ઠાનમાં કાર્યરત છે તથા ડૉ. ઉદયન પ્રજાપતિ કે જેઓ એસોસિએટ પ્રોફેસર, સેન્ટ ઝેવિયર્સ ઓટોનોમસ કોલેજ, અમદાવાદ અને ટ્રસ્ટી, ગુજરાત ગણિત મંડળમાં કાર્યરત છે. તેઓએ ટીમ લીડર તરીકેની ફરજ બજાવીને જરૂર પડ્યે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી ઝળહળતી સફળતા મેળવનાર તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક ટીમ લીડર્સને શિક્ષણ જગત તેમજ ગણિત પ્રેમીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

