• BS-I, તેનાથી જૂના તથા BS-IIના વાહનોના સ્ક્રૅપ સામે નવા વાહનની નોંધણી સમયે મળશે ટૅક્સ કન્સેશન
• 31 માર્ચ, 2027 સુધીના COD પર કર લાભ : સ્ક્રૅપિંગને પ્રોત્સાહન સાથે લોકોને નવા વાહન તરફ વળવાનો પ્રયત્ન
જાહેરાત

ગાંધીનગર, 01 ઑક્ટોબર : ગુજરાત સરકારે જૂના વાહનોને સ્ક્રૅપિંગ તરફ વાળવા અને વાહનમાલિકોને નવા વાહનની ખરીદી માટે પ્રોત્સાહિત કરવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ પાત્ર જૂના વાહનોને અધિકૃત રીતે સ્ક્રૅપ કરાવ્યા બાદ મળતા Certificate of Deposit (COD)ના આધારે નવા વાહનની નોંધણી વખતે મોટર વ્હીકલ ટૅક્સમાં 50 ટકા સુધીની રાહત આપવામાં આવશે. આ નિર્ણયથી જૂના વાહનના સ્ક્રૅપિંગને સીધો આર્થિક લાભ સાથે જોડવામાં આવ્યો છે.

