અમદાવાદમાં FIBA અંડર-૧૮ એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ-૨૦૨૬નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. બાસ્કેટબોલ ફેડરેશન ઑફ ઇન્ડિયા (BFI) દ્વારા ગુજરાત સરકાર, FIBA એશિયા અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સંયુક્ત સહયોગથી યોજાનાર ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એશિયા-ઓશિનિયાના વિવિધ ૧૬ દેશોમાંથી પધારેલા તમામ યુવા બાસ્કેટબોલ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને રમતપ્રેમીઓનું ગુજરાતની ધરતી પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં વિશ્વસ્તરીય રમતગમતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ અને સ્ટેડિયમ ખેલાડીઓમાં નવી ઊર્જાનો સંચાર કરશે. ગુજરાત સરકાર રમતગમત ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે અને ખેલાડીઓને દરેક પ્રકારનું પ્રોત્સાહન પૂરૂં પાડવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. રાજ્યમાં ભાવનગર બાસ્કેટબોલનું કેન્દ્ર રહ્યું છે. તમામ ૧૬ દેશોની ટીમો અને ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેમણે શુભકામનાઓ પાઠવી હતી.

ઉદ્ઘાટન સમારોહમાં FIBA એશિયાના પ્રેસિડેન્ટ ડો. કે. ગોવિંદરાજે જણાવ્યું હતું કે, આ મેગા અંડર-૧૮ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ એશિયાના યુવા બાસ્કેટબોલ ખેલાડીઓ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેઓ એશિયા અને વિશ્વના બાસ્કેટબોલનું ભવિષ્ય છે.

આ ગ્રાન્ડ સ્પર્ધાના શાનદાર આયોજન બદલ બાસ્કેટબોલ ફેડરેશન ઑફ ઇન્ડિયા (BFI) અને આયોજક સમિતિના પ્રયાસોને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે, રમતગમતમાં શિસ્ત સૌથી મહત્વપૂર્ણ બાબત છે. ખેલાડીઓ સાચા ખેલદિલીના ભાવથી રમે અને શિસ્ત જાળવે તો તેઓ પોતાના દેશના ઉત્તમોત્તમ નાગરિક બની શકે છે. FIBA અને એશિયા બાસ્કેટબોલ દ્વારા યુવા વિકાસ કાર્યક્રમો પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી વધુને વધુ યુવાનો બાસ્કેટબોલ તરફ આકર્ષાય. તેમણે તમામ સહભાગી ૧૬ દેશોની ટીમોને રમત માટે ઉત્સાહપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.

જાહેરાતAdvertisement

ઉપસ્થિત મહાનુભાવોએ ઉદ્ઘાટન સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌ પ્રથમ વખત યોજાઈ રહેલ FIBA અંડર-૧૮ એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ-૨૦૨૬ ટુર્નામેન્ટ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૨૩ ઑગસ્ટ ૨૦૨૬ સુધી ચાલશે, જેમાં એશિયા-ઓશિનિયાની ૧૬ શ્રેષ્ઠ અંડર-૧૮ બાસ્કેટબોલ ટીમના યુવા ખેલાડીઓ એશિયન ટાઇટલ તેમજ આગામી FIBA અંડર-૧૯ બાસ્કેટબોલ વર્લ્ડ કપ-૨૦૨૭ના ક્વૉલિફિકેશન માટે આમને સામને થશે.

FIBA અંડર-૧૮ એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ-૨૦૨૬ના ઉદ્ઘાટન સમારોહમાં BFIના સેક્રેટરી જનરલ કુલવિંદર સિંઘ ગિલ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન(IOA)ના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ શ્રી અજય પટેલ, FIBA અંડર-૧૮ના આયોજન પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી શફીક શેખ ઉપસ્થિત રહ્યા હતા.