અમદાવાદ ખાતે આયોજિત FIBA U18 એશિયા કપ-2026ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ચીનને 89-79થી હરાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. સમગ્ર મેચમાં ભારે રોમાંચ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ શાનદાર રમતનું પ્રદર્શન કરી સતત બીજી વખત FIBA U18 એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. મેચમાં ઓસ્ટ્રેલિયા હાફ ટાઇમે 44-42થી આગળ હતું અને અંતિમ તબક્કામાં નિર્ણાયક રમત સાથે ચીનને પરાજય આપ્યો હતો.

આ ફાઇનલ મેચમાં રાજ્યના કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ તથા બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં રમતપ્રેમીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ મેચે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલનો રોમાંચ સર્જ્યો હતો.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ઓસ્ટ્રેલિયા તરફથી Jai Fa'ale એ 19, Bailey Hanson એ 15, Yahya Basaran એ 13 અને Harry Cook એ 11 પોઈન્ટ નોંધાવ્યા હતા. ચીન તરફથી Yizhaojie Zhang એ 20, Yuchen Zhang અને Junxian Li એ 13-13 પોઈન્ટ નોંધાવ્યા હતા.

*ન્યૂઝીલેન્ડને બ્રોન્ઝ મેડલ*

ત્રીજા સ્થાન માટેની મેચમાં ન્યૂઝીલેન્ડે કોરિયા સામે 102-97થી રોમાંચક વિજય મેળવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. મેચના અંતિમ બે મિનિટમાં કોરિયાના ખેલાડીઓ ફાઉલ ટ્રબલમાં ફસાતા ન્યૂઝીલેન્ડે મળેલી ફ્રી થ્રોને સફળતાપૂર્વક પોઈન્ટમાં ફેરવીને પોડિયમ ફિનિશ હાંસલ કરી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી Jackson Ball એ 29, Philip Wickham એ 19, Cole Hopoi એ 14 અને Aubrey Chunga એ 12 પોઈન્ટ નોંધાવ્યા હતા. જ્યારે કોરિયા તરફથી Jiwon Yoon એ 29 પોઈન્ટ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

*જાપાન પાંચમા અને ચાઈનીઝ તાઈપે સાતમા ક્રમે*

જાહેરાતAdvertisement

પાંચમા સ્થાન માટેની મેચમાં જાપાને ઈરાનને 88-83થી હરાવ્યું હતું. હાફ ટાઇમે 33-36થી પાછળ રહેલા જાપાને ત્રીજા ક્વાર્ટરમાં 27-20નો સ્કોર કરીને મેચમાં વાપસી કરી હતી. Kaito Nakamura એ 30 પોઈન્ટ સાથે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ સાતમા સ્થાન માટેની મેચમાં Chinese Taipei એ Philippinesને 89-78થી પરાજય આપ્યો હતો. Chinese Taipei તરફથી Carter Coleman એ 23, Yu-Sheng Xing એ 17 અને Ting-Kuan Liu એ 13 પોઈન્ટ નોંધાવ્યા હતા.

FIBA U18 એશિયા કપ-2026ના પરિણામે ઓસ્ટ્રેલિયા, ચીન, ન્યૂઝીલેન્ડ અને કોરિયાએ 2027માં યોજાનારા FIBA U19 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે.

અમદાવાદમાં યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાએ ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે ઊભી થયેલી આધુનિક સુવિધાઓ, આયોજન ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય રમતગમતના વધતા માહોલને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યો છે.