ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપી પ્રીમિયમ ગિફ્ટિંગ માર્કેટ સાથે જોડવાના નવતર અભિગમ થકી ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને અને રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહિડાની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે રાજ્યના વિવિધ જિલ્લાઓના સ્વસહાય જૂથો (SHGs) ની સખી બહેનો દ્વારા નિર્મિત પ્રીમિયમ ઉત્પાદનોને આવરી લેતા “મધરહૂડ હેમ્પર” કેટલોગનું લોન્ચિંગ તેમજ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. (GLPC) ની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ઉપયોગી માહિતી પૂરી પાડતી વિશેષ બુકલેટ ‘સશક્ત નારી, સમૃદ્ધ સમાજ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય માતૃત્વની ઉજવણી સાથે પરંપરાગત ગુજરાતી હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપી ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકોને એક સુસજ્જ અને વ્યવસ્થિત માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. તેમણે કહ્યું હતું કે, સ્વાવલંબન એ માત્ર આવકનું સાધન નહીં, પરંતુ આર્થિક સશક્તીકરણ દ્વારા નારીશક્તિના ગૌરવ અને સન્માનનું પ્રતીક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી આજે ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનીને 'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરી રહી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
મંત્રી શ્રી બાવળીયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ‘મધરહૂડ હેમ્પર’ કેટલોગમાં રાજ્યના ૬ જિલ્લાઓ—જૂનાગઢ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કચ્છ અને સુરતના સખી મંડળો દ્વારા કાળજીપૂર્વક તૈયાર કરાયેલા ૭ વિશિષ્ટ હેમ્પર્સનો સમાવેશ થાય છે. આ ક્યુરેટેડ હેમ્પર્સમાં માતા અને નવજાત શિશુ માટે ઉત્તમ બેબી-કેર સેટ, સ્વેડલ રેપ્સ, ક્વિલ્ટસ, અજરખ અને બાંધણી વસ્ત્રો, હસ્તનિર્મિત પાઉચ, મીનાકારી પ્રોડક્ટ્સ, A2 ગીર ગાયનું ઘી, ડ્રાય ફ્રૂટ્સ, પૌષ્ટિક પ્રોટીન/મિલેટ લાડુ, હર્બલ અને સેલ્ફ-કેર પ્રોડક્ટ્સ જેવી વૈવિધ્યસભર વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. ૧,૪૯૯ થી રૂ. ૨,૫૯૯ વચ્ચે રાખવામાં આવી છે. આ ઉપરાંત, ગ્રાહકોની જરૂરિયાત મુજબ હેમ્પરમાં કસ્ટમાઇઝેશન કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
GLPC દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશેષ માર્ગદર્શિકા પુસ્તિકાનું વિમોચન કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, GLPC એ રાજ્યના ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તીકરણની દિશામાં કાર્યરત એક મહત્વપૂર્ણ એકમ છે. GLPC દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પુસ્તિકામાં વિવિધ સંસ્થાગત યોજનાઓ, કૌશલ્ય તાલીમ, નાણાકીય સહાય, સરસ મેળા, પ્રાકૃતિક ખેતી, ગ્રામ હાટ, પ્રદર્શન મેળાઓ તેમજ ઈ-કોમર્સ પ્લેટફોર્મના ઉપયોગ અંગેની સંક્ષિપ્ત, સરળ અને ઉપયોગી માહિતી રજૂ કરવામાં આવી છે. આ પુસ્તિકા સખી મંડળની બહેનો, પંચાયતના પ્રતિનિધિઓ અને બેન્કિંગ એજન્સીઓ તેમજ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શક પૂરવાર થશે, તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં GLPC ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રશસ્તી પરીખે શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે ગાંધીનગર તાલુકાના શાહપુર ગામની લાભાર્થી શ્રી કૈલાશબેન સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા 'બહુચર મિશન મંગલમ' સખી મંડળમાં અન્ય ૪ બહેનો પણ સક્રિય રીતે કામ કરી રહી છે. અમે ઘરે બેઠા જ સ્કૂલ બેગ, મોબાઈલ કવર અને ટિફિન કવર બનાવવાનું કામ કરીએ છીએ, જેના થકી દર મહિને અંદાજે રૂ. ૨૫ હજાર જેટલી આવક મળી રહી છે. આ આજીવિકા મળવાથી મારો આત્મવિશ્વાસ ખૂબ વધ્યો છે અને અમે આર્થિક રીતે સંપૂર્ણ આત્મનિર્ભર બન્યા છીએ.

આ પ્રસંગે GLPC ના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજશ્રી કુશવાહ અને શ્રી શોભના વર્મા સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ, GLPC ના પ્રતિનિધિઓ અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.

