લેક્રોસમાં ભારતનું નામ વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજવા જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના સનશાઇન કોસ્ટ ખાતે યોજાનારી એશિયા પેસિફિક લેક્રોસ ચેમ્પિયનશિપમાં ભારતની ટીમ ભાગ લેશે.
આ ચેમ્પિયનશિપનું આયોજન 5થી 10 ઓક્ટોબર 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધા લૉસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 માટે ક્વોલિફિકેશનની દિશામાં મહત્વપૂર્ણ છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ ટીમમાં CN Sports Academyના બે ખેલાડીઓ હર્ષ નૈયર અને ચિરાગ પાંડેની પસંદગી થઈ છે.
આ બંને ખેલાડીઓએ અગાઉ ફેબ્રુઆરી 2026માં રિયાધ ખાતે યોજાયેલી લેક્રોસ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
હવે આગામી આંતરરાષ્ટ્રીય મુકાબલા માટે ખેલાડીઓની તૈયારી અંતિમ તબક્કામાં છે. 26 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન આગ્રાની શારદા ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
CN Sports Academy ખાતે આ બંને ખેલાડીઓને ફ્રાન્સિસ પરમાર તાલીમ આપી રહ્યા છે. તેઓ જ આગ્રા ખાતે યોજાનારા હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ કેમ્પનું પણ સંચાલન કરશે.

ભારત તરફથી બoys અને girlsની 12-12 ખેલાડીઓની ટીમ આ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.
હવે નજર ઓસ્ટ્રેલિયા પર છે... અને લક્ષ્ય છે લૉસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028!

