કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ભારતમાં પ્રથમવાર અમદાવાદ ખાતે યોજાઈ રહેલી ‘ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026’નો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન આ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

શ્રી અમિતભાઈ શાહે તમામ ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સ્પર્ધા તેમના સંસદીય મતવિસ્તારમાં યોજાઈ રહી છે, જે તેમના માટે ગૌરવની વાત છે.

શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ સેન્ટર બનાવવાનું વિઝન છે. ગુજરાત માત્ર રમતગમતની સ્પર્ધાઓ માટે જ નહીં, પરંતુ તાલીમ, અત્યાધુનિક સુવિધાઓ અને રમતગમતનાં સાધનોના ઉત્પાદન માટે પણ વૈશ્વિક હબ બનવા જઈ રહ્યું છે.

મેડિકલ સાયન્સ અને સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાત સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ અને ખાસ કરીને સ્પોર્ટ્સ ઇન્જરી (Sports Injury)ના મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિશ્વભરના ખેલાડીઓ માટે એક મોટું કેન્દ્ર બનીને ઊભરશે.

વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં ભારતીય એથ્લિટ્સનો ઉત્સાહ વધારતાં તેમણે જણાવ્યું કે આ સ્પર્ધામાં ભારતની 29 સભ્યોની સશક્ત ટીમ મેદાનમાં ઉતરી છે. શ્રી શાહે હરવિંદર સિંહ, શીતલ દેવી, રાકેશ કુમાર, શ્યામ સુંદર સ્વામી અને પાયલ જેવા ખેલાડીઓને દેશ માટે પ્રેરણાના સ્રોત ગણાવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સ્પર્ધામાંથી પણ અનેક નવા વૈશ્વિક ખેલાડીઓ બહાર આવશે.

જાહેરાતAdvertisement

અમદાવાદ વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના શતાબ્દી સંસ્કરણનું યજમાન બનવાનું છે. એટલું જ નહીં, વર્ષ 2036ના વર્લ્ડ ઓલિમ્પિકના યજમાન તરીકે પણ અમદાવાદ પ્રબળ દાવેદાર છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે અમદાવાદ વિવિધ રમતોની આશરે 10 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની યજમાની કરી રહ્યું છે. ત્યારે આ સ્પર્ધા ખેલાડીઓ તેમજ અમદાવાદ માટે યાદગાર બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

શ્રી શાહે વિશ્વભરના ખેલાડીઓને દૃઢ મનોબળ સાથે વિજેતા બનવા શુભેચ્છાઓ પાઠવવાની સાથે સોમનાથ, દ્વારકા અને એકતાનગર જેવાં પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા તેમજ ગુજરાતના આતિથ્યનો આનંદ માણવા આમંત્રણ પાઠવ્યું હતું.

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

જન્માષ્ટમીના પાવન પર્વે સૌ ખેલાડીઓનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સનાતન સંસ્કૃતિમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રભુ શ્રીરામચંદ્રજીના કાળથી ધનુષ્ય-બાણ શૌર્ય અને સાધનાનાં પ્રતીક રહ્યાં છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ખેલે તે ખીલે’નો મંત્ર આપ્યો છે અને આજે તેમના વિઝનરી નેતૃત્વમાં ભારતના સ્પોર્ટ્સ સેક્ટરમાં 360 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. વડાપ્રધાનશ્રીના લાલ કિલ્લાની પ્રાચીર પરથી કરાયેલા પ્રવચનનો ઉલ્લેખ કરતાં શ્રી પટેલે કહ્યું કે રમતગમત માત્ર મેડલ જીતવાનું સાધન નહીં, પરંતુ યુવાનોના વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્રનિર્માણનું માધ્યમ છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીકાળમાં ગુજરાતમાં શરૂ થયેલા ‘ખેલ મહાકુંભ’ અને હવે રાષ્ટ્રીય સ્તરે ‘ખેલો ઇન્ડિયા’ જેવાં અભિયાનોથી પેરા સ્પોર્ટ્સને નવી દિશા મળી છે. જ્યાં એક સમયે પેરા સ્પોર્ટ્સનું અસ્તિત્વ નગણ્ય હતું, ત્યાં આજે આ પરિવર્તનના પરિણામે તાજેતરની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મેળવેલા 29 મેડલ્સમાંથી 7 મેડલ્સ દિવ્યાંગ ખેલાડીઓએ જીત્યા છે.

ગુજરાતમાં રમતગમતના વિકાસ પર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગાંધીનગરમાં રૂ. 316 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘પેરા-હાઈ પરફોર્મન્સ સેન્ટર’ તૈયાર થઈ રહ્યું છે. રાજ્ય સરકાર પેરા ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક દિવ્યાંગ ખેલાડીને રૂ. 10 લાખની આર્થિક સહાય અને વિજેતાઓને ‘ખેલ પ્રતિભા પુરસ્કાર’ આપે છે. પાયાના સ્તરે આર્ચરીના વિકાસ માટે 28 શાળાઓમાં 1,000 ખેલાડીઓને તાલીમ આપવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે અમદાવાદને 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે અને ભારત 2036માં ઓલિમ્પિકના આયોજનના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ તમામ ખેલાડીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભકામનાઓ પાઠવી હતી.

*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ આયોજન માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ માનવીય ક્ષમતા અને મજબૂત સંકલ્પશક્તિનો ઉત્સવ છે. છેલ્લા છ મહિનામાં અમદાવાદમાં આ પાંચમી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે, જે રમતગમત ક્ષેત્રે ગુજરાતની વધતી જતી માળખાકીય સુવિધાઓ અને શક્તિનું પ્રતીક છે.

તેમણે ઉમેર્યું કે આર્ચરી એ આદિવાસી વિસ્તારના યુવાનોની નૈસર્ગિક શક્તિ છે અને ત્યાંથી અનેક પ્રતિભાઓ દેશનું નામ રોશન કરી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કટિબદ્ધ છે અને વર્ષ 2026-27માં રમતગમત માટે રૂ. 66 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલા ‘ખેલ મહાકુંભ’માં હવે દર વર્ષે 75 લાખથી વધુ ખેલાડીઓ મેદાનમાં ઉતરે છે.

શ્રી સંઘવીએ ગાંધીનગરમાં તૈયાર થઈ રહેલા એશિયાના સૌથી મોટા ‘પેરા સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર’ વિશે માહિતી આપતાં જણાવ્યું કે આ સેન્ટર AI અને સ્પોર્ટ્સ સાયન્સ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.

તેમણે કહ્યું કે ગુજરાતનું લક્ષ્ય વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલિમ્પિક્સની યજમાની કરીને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ બનવાનું છે. આગામી તા. 9 સપ્ટેમ્બર સુધી યોજાનારી આ ટૂર્નામેન્ટ જોવા અને પેરા-ખેલાડીઓનો ઉત્સાહ વધારવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

*આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ શ્રી અર્જુન મુંડા*

આ પ્રસંગે સૌનું સ્વાગત કરતાં આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડાએ જન્માષ્ટમીના પાવન અવસરે ‘વર્લ્ડ આર્ચરી પેરા આર્ચરી’ સ્પર્ધાનું અભૂતપૂર્વ આયોજન કરવા બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ પ્રાચીન કાળના ધનુર્ધર અર્જુન અને આધુનિક આર્ચર્સ વચ્ચેના અતૂટ સંબંધને પ્રદર્શિત કરે છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારતીય તીરંદાજી સહિત તમામ રમતોને નવી દિશા મળી રહી છે. આ આયોજન ખેલાડીઓના મક્કમ સંકલ્પ અને વિજયી ઉડાનનું પ્રતીક છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના મહાસચિવ શ્રી વીરેન્દ્ર સચદેવાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ અવસરે વર્લ્ડ આર્ચરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જુઆન કાર્લોસ હોલ્ગાડોના હસ્તે વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન શીતલ દેવીને ‘પેરા આર્ચર ઑફ ધ યર’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયા (AAI) દ્વારા ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના સહયોગથી આયોજિત આ ઇવેન્ટ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 5 થી 9 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાઈ રહી છે.

આ સ્પર્ધામાં રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, ડબલ્યૂ-1 અને વિઝ્યુઅલી ઇમ્પેર્ડ શ્રેણીઓમાં વિશ્વના અગ્રણી પેરા આર્ચર્સ વચ્ચે મુકાબલો થશે.

આ પ્રસંગે વર્લ્ડ આર્ચરી એશિયાના પ્રમુખ કાઝી રજીબ ઉદ્દીન અહેમદ ચાપોલ, આંતરરાષ્ટ્રીય નિર્ણાયક ગઝાલેહ રસૌલી, આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના ખજાનચી જોરિસ પાઉલોસ ઉપરાંત વિવિધ દેશોના તીરંદાજો, વર્લ્ડ આર્ચરી અને વર્લ્ડ આર્ચરી એશિયાના અધિકારીઓ-પદાધિકારીઓ, કોચ તથા સપોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સહિત 19 દેશોના 108 તીરંદાજો ભાગ લેશે

આ સ્પર્ધામાં ભારતના 29 તીરંદાજો ઉપરાંત ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઇરાન, કઝાકિસ્તાન, મેક્સિકો, સ્લોવાકિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, ઉઝબેકિસ્તાન, બાંગલાદેશ, ભૂટાન, સાયપ્રસ, ચેકિયા, ઇરાક અને રશિયન ફેડરેશન સહિત કુલ 19 દેશોના તીરંદાજો ભાગ લઈ રહ્યા છે.