વિદેશ જવા ઇચ્છતા લોકો અને બિનનિવાસી ગુજરાતીઓને ઇમિગ્રેશન સંબંધિત નિયમો, વિઝા પ્રક્રિયા તથા વિદેશમાં નિવાસ દરમિયાન ઊભા થતા પડકારો અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી અમદાવાદમાં ઇમિગ્રેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના NRG ફાઉન્ડેશન અને ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના NRG સેન્ટરના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ સેમિનારમાં ઇમિગ્રેશન ક્ષેત્રના નિષ્ણાતોએ વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.
અમદાવાદના આશ્રમ રોડ સ્થિત ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ખાતે 22 ઑક્ટોબર, 2026ના રોજ ઇમિગ્રેશન અવેરનેસ સેમિનાર યોજાયો હતો. ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRG Foundation), ગાંધીનગર અને GCCIના NRG સેન્ટર દ્વારા આયોજિત આ સેમિનારનો મુખ્ય હેતુ ઇમિગ્રેશન સંબંધિત પ્રશ્નો અંગે લોકોને સાચી માહિતી અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત GCCIના NRG ટાસ્કફોર્સનાં ચેરપર્સન મિસ વિતસ્તા કૌલ વ્યાસના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે બિનનિવાસી ગુજરાતીઓ અને તેમના પરિવારોને ઇમિગ્રેશન સંબંધિત પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થાય તેવા જાગૃતિ કાર્યક્રમોના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
ત્યારબાદ GCCIના NRG ટાસ્કફોર્સના કમિટી મેમ્બર શ્રી જયેશ પરીખે પ્રાસંગિક સંબોધન કર્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા ઇમિગ્રેશન નિયમો વચ્ચે વિશ્વસનીય માહિતી અને યોગ્ય માર્ગદર્શન મેળવવું જરૂરી હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે NRG ફાઉન્ડેશન, ગાંધીનગરના મામલતદાર શ્રી ચૈતન્ય સંઘાણીએ ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તેમણે બિનનિવાસી ગુજરાતીઓને માહિતી, સંસ્થાકીય સહાય અને વિવિધ સ્તરે સંકલન દ્વારા સહયોગ પૂરો પાડવામાં ફાઉન્ડેશનની ભૂમિકા સમજાવી હતી.
સેમિનારના મુખ્ય વક્તા અને NB Visa World Pvt. Ltd.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જનક નાયકે ઇમિગ્રેશન પ્રક્રિયા, વિઝા અને નિવાસ સંબંધિત શરતો, જરૂરી દસ્તાવેજો તેમજ વિદેશથી ભારત પરત ફરતી વખતે ઊભા થઈ શકતા પડકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
તેમણે વિદેશમાં રોજગાર મેળવવા સહિત ઇમિગ્રેશન સંબંધિત મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે સત્તાવાર માધ્યમો દ્વારા માહિતીની ખરાઈ કરવા અને લાયકાત ધરાવતા નિષ્ણાતોની સલાહ લેવા પર ભાર મૂક્યો હતો. યોગ્ય માહિતીના આધારે નિર્ણય લેવાથી સંભવિત મુશ્કેલીઓ ટાળી શકાય છે તે અંગે પણ તેમણે સમજ આપી હતી.
કાર્યક્રમ દરમિયાન યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ઉપસ્થિત લોકોએ વિઝા પ્રક્રિયા, ઇમિગ્રેશનના નિયમો અને વિદેશમાં નિવાસ સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. નિષ્ણાતો દ્વારા તેમના પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે GCCIની NRG કમિટીના કો-ચેરમેન શ્રી શાશ્વત દેસાઈએ આભારવિધિ કરી હતી અને વક્તાઓ, આયોજકો તથા ઉપસ્થિત સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સેમિનાર દ્વારા વિદેશ જવા ઇચ્છતા લોકો અને બિનનિવાસી ગુજરાતીઓમાં ઇમિગ્રેશન સંબંધિત જાગૃતિ વધારવા તેમજ યોગ્ય માહિતીના આધારે નિર્ણય લેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

