અમદાવાદમાં GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા ‘Nutrition Beyond the Plate – સાયન્સ-બેઝ્ડ સાઇટ અને હેલ્થ’ વિષય પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં MD, ઇન્ટરનલ મેડિસિન અને એન્ડોક્રિનોલોજી ડૉ. રુચા મહેતા, ક્લિનિકલ અને ફંક્શનલ ન્યુટ્રિશનિસ્ટ કવિતા કદમ તેમજ પ્રખ્યાત શેફ અને ફૂડ ટેક્નોલોજિસ્ટ શિલ્પા શાહ સહિતના નિષ્ણાતોએ ઉપસ્થિત રહી પોષણ અને સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં સંતુલિત આહાર, યોગ્ય પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્યમાં પોષણની ભૂમિકા અને રોજિંદા જીવનમાં યોગ્ય આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે GCCIના પ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ પણ કાર્યક્રમને સંબોધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં સ્વસ્થ જીવન માટે પોષણ અંગેની સાચી સમજ અત્યંત જરૂરી છે અને આવા જાગૃતિ કાર્યક્રમો સમાજ માટે મહત્વપૂર્ણ છે.
સત્ર દરમિયાન કૅલ્શિયમ, થાઇરોઇડ, હોર્મોન્સ, આયર્ન, વિટામિન-D, મેનોપોઝ અને ડાયાબિટીસ સહિતના વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, પોષણને લઈને સમાજમાં પ્રવર્તતી વિવિધ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ વૈજ્ઞાનિક અભિગમ સાથે યોગ્ય આહાર પસંદગી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે માહિતી આપી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સભ્યોએ નિષ્ણાતો સાથે સંવાદ કરીને સ્વાસ્થ્ય અને પોષણને લગતા વિવિધ પ્રશ્નોના જવાબ પણ મેળવ્યા હતા.
GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત આ સત્રનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ સહિત સમાજમાં પોષણ, સ્વાસ્થ્ય અને સંતુલિત જીવનશૈલી અંગે જાગૃતિ વધારવાનો રહ્યો હતો

