ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) યુથ કમિટી દ્વારા SBR સ્થિત 'સહતાઈન' (Sahtain) ખાતેથી “SIP & RUN – GenZ Edit” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. યુથ કમિટીના આ ઇનિશિએટિવ માં યુવા ઉદ્યોગ સાહસિકો અને GCCI ના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જી.સી.સી.આઈ યુથ કમિટીએ તેના આ ઇનોવેટિવ કાર્યક્રમ દ્વારા વહેલી સવારના આહલાદક વાતાવરણ માં "ફિટનેસ, સુખાકારી અને નેટવર્કિંગ" ના ત્રિવેણી ધ્યેયને આવરી લીધા હતા.
GCCI ના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગાંધી અને ખજાનચી શ્રી ધ્રુવિલભાઈ પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ સહભાગીઓના ઉત્સાહ માં વધારો કર્યો હતો. તેઓએ પોતાની ઉપસ્થિતિ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો અને વેપાર જગત ના સભ્યો માટે જરૂરી શારીરિક ફિટનેસ, વ્યક્તિગત સુખાકારી અને અર્થપૂર્ણ નેટવૉર્કીંગના ધ્યેયને પ્રોત્સાહિત કર્યા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
યુવા વ્યાવસાયિકો અને વેપાર સમુદાયના સભ્યોને સક્રિય અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમે, આજના વ્યસ્ત અને પડકારજનક વ્યાવસાયિક વાતાવરણ માં શારીરિક ફિટનેસ અને માનસિક સુખાકારીના મહત્વને ઉજાગર કર્યું હતું.
આ ઉપરાંત, આ કાર્યક્રમનો હેતુ માત્ર ઔપચારિક, વ્યાવસાયિક સંબંધો થી આગળ વધી, અર્થપૂર્ણ વાતચીત, નેટવર્કિંગ અને નવા સંબંધો ને સુદ્રઢ કરવાની અનેકવિધ તકો ઊભી કરવાનો પણ હતો.
GCCI યુથ કમિટી દ્વારા કરવામાં આવેલ આ પહેલ GCCI સાથે સંલગ્ન ગતિશીલ, પ્રગતિશીલ અને મહત્વાકાંક્ષી યુવા ઇકોસિસ્ટમને એમ્પાવર કરવાની પ્રતિબદ્ધતા ને પ્રતિબિંબિત કરતી હતી તેમજ સાથે સાથે યુવા ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને વ્યવસાયિક સમુદાયમાં સક્રિય રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટેનો એક પ્રસંશનીય અભિગમ બની રહ્યો હતો.

