દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય જગતગુરુ સદાનંદ સરસ્વતીજીએ કાર્તિકી પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામની મુલાકાત લીધી હતી. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના મંદિર વિશ્વઉમિયાધામનું શિલાપૂજન અને જગત જનની મા ઉમિયાની આરતી અને પૂજા કરી હતી. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર.પી.પટેલ એવમ્ સમગ્ર ટ્રસ્ટી મંડળે જગતગુરુ શંકરાચાર્યજી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શંકરાચાર્યજીએ પ્રેરક પ્રવચન કરતા કહ્યું વિશ્વઉમિયાધામએ સનાતન ધર્મનું પ્રતિક બનશે. મા ઉમિયાના મંદિર પરિષરમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે. તો સાથે સાથે શંકરાચાર્યજીએ કહ્યું હિંદુ ધર્મના લોકોએ પંચદેવની પુજા કરવી જોઈએ. નકલી દેવી-દેવતાઓથી દૂર રહેવા સુચવ્યું હતું. તેમણે કહ્યું કે મુંબઈના સિનેમા ઘરમાં ભગવાન નથી બનતા વેદ-પુરાણ અને શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે તે જ સનાતન ધર્મના સાચા દેવી-દેવતાઓ છે. વધુમાં શંકરાચાર્યજીએ કહ્યું કે આપણા બાપદાદાઓ જેને અનુસરતા હતા તે જ સાચા ભગવાન છે મનઘડત શાસ્ત્રોથી ભગવાન ન બને.
આ અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ શિવ અને શક્તિના ધામ વિશ્વઉમિયાધામના નિર્માણાધીન ગર્ભગૃહની વિઝિટ કરી સમગ્ર મંદિર નિર્માણ કાર્યનું નિરિક્ષણ કર્યું. તેઓ મંદિરમાં સ્થાપિત થનાર શ્રીયંત્ર અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું

