ગુજરાત એ.ટી.એસ. દ્વારા જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાઇ દેશવિરોધી કાવતરું રચતા વધુ પાંચ આરોપીની ધરપકડ ગુજરાત એ.ટી.એસ. દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનાર લોકો પર સતત નજર રાખી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે, એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હર્ષ ઉપાધ્યાયનાઓને ગુપ્ત બાતમી મળેલ હતી કે કેટલાક ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના સભ્યો છે. અને આ પ્રતિબંધીત આંતકી સંગઠનની વિચારધારાને પ્રોત્સાહન આપવા તેમજ આતંકવાદી પ્રવૃતી કરવા માટે ગુજરાતમાં સક્રીય પણે આયોજન કરી રહેલ છે. તેમજ તેઓ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડપણ હેઠળ તથા કાવતરાના ભાગ રૂપે ભારતના લોકોને વિવિધ માધ્યમો દ્વારા સંપર્ક કરી તેઓને પ્રોત્સાહીત કરી ગુજરાતમાં જૈશ-એ-મહમ્મદ વતી એક એક્ટીવ નેટવર્કની સ્થાપના કરી રહ્યા છે તેમજ દેશવિરોધી કૃત્યો તેમજ આતંકવાદી ષડયંત્ર કરવા તેનો પ્રચાર-પ્રસાર કરી રહેલ છે. જે અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ઉપરોક્ત કાવતરામાં સંડોવાયેલ કુલ ૦૮ લોકો વિરૂદ્ધ તા. ૦૨/૦૭/૨૦૨૬ ના રોજ એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં ૦૫/૨૦૨૬ થી અનલોફુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (IAPA), ૧૯૬૭ની કલમ ૧૩, ૧૭, ૧૮, ૩૮, અને ૩૯ તથા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૬૧ તથા ૧૪૮ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જે અંતર્ગત એ.ટી.એસ.ના પોલીસ અધિક્ષકશ્રી કે. સિદ્ધાર્થનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુનામાં તપાસ કરનાર અધિકારી નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ. એલ. ચૌધરીનાઓની આગેવાનીમાં ઇન્વેસ્ટીગેશન ટીમ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી હર્ષ ઉપાધ્યાયનાઓની આગેવાનીમાં ઇન્ટ્રોગેશન ટીમ બનાવવામાં આવેલ. ઉપરોક્ત ગુનાની સઘન તપાસ દરમ્યાન આરોપીઓ પાસેથી જૈશ-એ-મોહમ્મદ (JeM)નો ઝંડો, જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મસુદ અઝહરની જેહાદી કિતાબોની ફુલ પ્રિન્ટેડ કોપી, મસુદ અઝહરને લખેલ ખતની પ્રિન્ટેડ કોપી, અને ટેરર માટે વાપરવાનાં ફંડના કુલ રૂ.૧,૩૦,૦૦૦/- ની રિકવરી કરવામાં આવેલ.ઉપરો ત ગુનામાં તપાસ દર તથા તે બાબત યાન દેશ િવરોધી કાવતરામાં સંડોવાયેલ અ ણતા સાહેદોની પુછપરછ માટે ગુજરાત એ.ટી.એસ. દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુજરાત તથા રાજથાનના િવિવધ શહેરોની સ્થાનિક પોલીસને સાથે રાખી સંડોવાયેલ આરોપીઓ તથા િવગતો સાથે મા આ ગુનામાં મદદ ગાર હોય તેવા સાહેદોને એ.ટી.એસ. ગુજરાત ખાતે લાવવામાં આવેલ. જેઓના સઘન તપાસ બાદ દેશ િવરોધી કાવતરામાં સંડોવાયેલ વધુ ૦૫ ઈસમોની ધરપકડ કરવામાં આવેલ. આથી ઉપરો ત તમામ ૦૫ આરોપીઓ આતંકવાદી કૃ ત ગુનામાં અટકાયત કરી ૦૮ ય પાર પાડવાના ષડયં માં સ ય રીતે ભાગ ભજવી ર ા હોવાનું જણાઈ આવતા તમામ ૦૫ ઈસમોની તા. ૧૫/૦૭/૨૦૨૬ના રોજ આઠ દવસના પોલીસ રિમાન્ડ મેળવેલ છે.