અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર તરીકે કાર્યરત અમીતકુમાર આનંદરાવ ડોંગરે ઉ.વ. ૪૭ અમદાવાદ વર્ગ-૧ 36,000 ની લાંચ લેતા એસીબી વડોદરા ના હાથે રંગે હાથ પકડાયા હતા તેમની પાસેથી લાંચ ની રકમ ₹ 36,000 રિકવર કરવામાં આવી છે આ સાથે અન્ય એક વ્યક્તિ ભાવસિંહ પ્રતાપભાઇ ઝાલા ઉ.વ. ૩૧ (પ્રજાજન) ને પણ પકડવામાં આવ્યો છે આ એફ.એસ.ઓ ( ફાયર સેફટી ઓફીસર) તરીકે કામ કરતા હોય જેઓ અમદાવાદ શહેર ખાતે આવેલ બીલ્ડીંગમાં ફાયર સેફટીને લગ સેવાઓ આપતા હોય છે જેઓ દ્રારા અમદાવાદ શહેર ખાતે આવેલ કુલ-૬ બીલ્ડીંગોની એન.ઓ.સી ગુજરાત સરકારના પોર્ટલ ઉપર મંજુર થવા સારુ મોકલેલ હતી પરંતુ આ કામના આરોપી નં. (૨) નાઓએ તે એન.ઓ.સી. દિઠ રૂ. ૬૦૦૦/- લેખે કુલ રૂ. ૩૬૦૦૦/- એન.ઓ.સી. મંજુર કરવા સારુ લાંચની માંગણી કરેલ હતી જે આધારે એક જાગુત નાગરીકે વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ આપતા તે ફરીયાદ આધારે આજરોજ બે સરકારી પંચો રૂબરુ ટ્રેપનું આયોજન કરતા આ કામના આરોપી નં. (૨) નાઓ ફરીયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૩૬૦૦૦/- લેતા રંગે હાથે પકડાઇ ગયેલ છે. અને આરોપીનં. (૧) નાઓને આરોપીનં.(૨) નાઓએ ફોન કરતા તેઓએ પણ હેતુલક્ષી વાતચીત કરી તે લાંચના રૂપિયાની સમંતી આપેલ હોવાનું પ્રાથમિક રીતે ફલીત થતુ હોય. જેથી આરોપી નં.(૧) ના કહેવાથી આરોપીનં.(૨) નાઓએ લાંચની માંગણી કરી , સ્વીકારી એકબીજાને ગુનાનું દુષ્પ્રેરણ કરી ભ્રષ્ટાચાર આચરેલ હોય જેથી બંને આરોપી વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ વિગત માટે એસીબી દ્વારા તેમના ઘરમાં તપાસ કરવામાં આવી રહી છે