અમદાવાદ શહેરમાં SOG ક્રાઈમ બ્રાન્ચે નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સના વેચાણ અને સંગ્રહ સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ટીમે શહેરના કાંટા રોડ વિસ્તારમાં આવેલી માય બ્યુટી સેન્ટર અને લક્ષ્મી બ્યુટી શોપમાં તપાસ કરી હતી.

લોરિયલ કંપનીની નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સની પ્લાસ્ટિકની બોટલો, ડબ્બાઓ, પેકેટ અને પાઉચ સહિત કુલ 1,221 નંગ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹6,90,222 હોવાનું જણાવાયું છે.

જાહેરાતAdvertisement

આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. કંપનીના અધિકૃત પ્રતિનિધિ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે કંપનીના પ્રતિનિધિઓને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ મામલે કોપીરાઇટ એક્ટ, 1957ની કલમ 51 અને 63 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.