ભિલોડા તાલુકાના પાદરા ગામે હાથમતી નદીની સીમ નજીક સંપૂર્ણપણે સળગી ગયેલી અર્ટિગા કારમાંથી માનવ કંકાલ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પાદરા ગામે હાથમતી નદીની સીમ નજીક એક અર્ટિગા કાર સળગેલી હાલતમાં મળી આવી હતી. કારની તપાસ દરમિયાન તેમાંથી માનવ કંકાલ મળી આવતાં ઘટનાની ગંભીરતા વધી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, મળી આવેલા માનવ કંકાલની ઓળખ ભિલોડા તાલુકાના ઝીંઝોડી ગામના અશ્વિનભાઈ બાબુલાલ તબિયાડ સાથે સંકળાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી માનવ કંકાલની ઓળખ સહિત સમગ્ર ઘટનાની હકીકત જાણવા વધુ તપાસ શરૂ કરી છે.
કારમાં આગ કેવી રીતે લાગી અને સમગ્ર ઘટના પાછળનું સાચું કારણ શું છે તે સહિતના પ્રશ્નો હાલ તપાસનો વિષય બન્યા છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વાસ્તવિક હકીકત બહાર આવશે.

