અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક નવા વેણપુર પાસે આવેલી એક હોટલમાં હુમલાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વાહનો લઈને આવેલા શખ્સોએ હોટલના માલિક સહિત કર્મચારીઓ પર હુમલો કરતાં ત્રણ જેટલા કર્મચારીઓ સહિત હોટલના માલિકને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વેણપુર પાસે આવેલી હોટલ વેચાણ રાખવામાં આવી હોવાનું કહી કેટલાક શખ્સોએ હોટલ ભાડે ચલાવતા સંચાલકોને હોટલ ખાલી કરી દેવા માટે ધમકીઓ આપી હતી. હિંમતનગર અને ચામઠણના ભાગીદારોએ હોટલ પોતાના નામે રાખી હોવાનું જણાવી સંચાલકો સાથે વિવાદ કર્યો હતો. આ દરમિયાન ઉગ્ર બનેલા શખ્સોએ હોટલના માલિક અને કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

હુમલાની ઘટનામાં હોટલના માલિક સહિત ત્રણ જેટલા કર્મચારીઓને ઈજાઓ પહોંચતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

આ મામલે શામળાજી પોલીસે હુમલો કરનાર ત્રણ શખ્સોની અટકાયત કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. હોટલના સંચાલન અને વેચાણને લઈને સર્જાયેલા વિવાદમાં હુમલો થયાની વિગતોને આધારે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.