અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાન અંતર્ગત દાણીલીમડા વિસ્તારમાંથી ગેરકાયદેસર મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા નારોલ BRTS વર્કશોપની ગલી, ચિરાગ પાર્ક વિભાગ-૨ ની સામે, મસ્જીદે વાલીદૈનની બાજુમાં અને સલીમભાઈ દુધવાળાની તૂટેલી બિલ્ડીંગ આગળથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાંથી બે ઇસમોને ગેરકાયદેસર એમ.ડી. ડ્રગ્સ સાથે રંગેહાથ પકડી પાડ્યા છે.
મુદ્દામાલની વિગત:
પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ રૂ. ૨,૮૬,૦૯૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે:

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
મેફેડ્રોન ડ્રગ્સ: ૭૬ ગ્રામ ૦૩૦ મિલીગ્રામ (સરકારી કિંમત રૂ. ૨,૨૮,૦૯૦/- | ગેરકાયદેસર બજાર કિંમત આશરે રૂ. ૮,૦૦,૦૦૦/-)
મોબાઈલ ફોન: ૨ નંગ (કિંમત રૂ. ૧૫,૦૦૦/-)
એક્સેસ ટુ-વ્હીલર: ૧ નંગ (કિંમત રૂ. ૪૦,૦૦૦/-)
રોકડ રકમ: રૂ. ૩,૦૦૦/-
ખાલી પ્લાસ્ટિક ઝિપર: ૩૨ નંગ
પકડાયેલ આરોપીઓ:
૧. મુસ્તાક ઉર્ફે એમ.એમ. સૈયદ (ઉં.વ. ૨૮), રહે. નવાબ અપાર્ટમેન્ટ, શાહઆલમ, દાણીલીમડા, અમદાવાદ.
૨. યાસીનઅરફાત ઇનશાદઅલી અન્સારી (ઉં.વ. ૪૪), રહે. બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદ.
વોન્ટેડ આરોપી:
નફીશ શેખ, રહે. ચિરાગ પાર્ક, બોમ્બે હોટલ પાસે, દાણીલીમડા, અમદાવાદ.
પોલીસ કાર્યવાહી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કરાયા

