‘બ્લાસ્ટ સમય માલિક મહુલ ડોડિયા હાજર હતા’ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની ત્યારે મેહુલ ડોડિયા હાજર હતો. તેને ઇજા પણ થઈ છે અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સંચાલક માતા રમીલાબેન-પુત્ર મેહુલ અને ભાગીદાર સાદીક સૈયદની ધરપકડ કરાઈ છે. મેહુલની માતા રમીલાબેનના બ્લાસ્ટના પ્રચંડ અવાજ ના કારણે કાન ના પડદા જતા રહ્યાં છે. ગેહલોતે વધુમાં કહ્યું હતું કે, આ ફેક્ટરી બંધ કરાવવામાં આવી હતી.દાહોદથી મજૂરો લાવીને છેલ્લા 25 દિવસથી ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. ગણેશ ચતુર્થી માટે ફટાકડાનો ઓર્ડર મળતા તેને બનાવવાની શરૂઆત કરી હતી. ફેક્ટરીનો ભાગીદાર સાદિક 15 દિવસ અગાઉ ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં જે આગ લાગવાની ઘટના બની હતી તેમાં પણ ભાગીદાર હતો. ત્યાં જે જગ્યા પર ઘટના બની હતી તે જગ્યા પણ સાદિકની જ હોવાનું જાણવા મળ્યું છે. રામોલમાં પેપર ઉપર ક્યાંય પણ તેની ભાગીદારી જોવા મળી નથી. જોકે મ્યુચ્યુઅલ પૈસાની અને અન્ય ભાગીદારીમાં સામેલ છે.