લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આશાપલ્લી પરિવાર,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ,જાયન્ટ્સ ગ્રુપ ઓફ અમદાવાદ કોહિનૂર, ગાયત્રી પરિવાર નારણપુરા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે લાયન ગિરીશ પટેલ પબ્લિક રિલેશન ઓફિસર ગ્રીટરના જન્મદિન પ્રસંગે " બે વોલફેન , ગાયત્રી દીપ યજ્ઞ-વડીલોને ભોજન-નાસ્તો ચા કોફી તથા પ્રસાદ-એક્યુપ્રેશર કેમ્પ. રાખવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન,સી એ રમેશ નાગર પ્રેસિડન્ટ્સ ફેડરેશન. અતિથિ વિશેષ :- લાયન રેખા અસરાની તથા માનનીય કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા અને પરિવારજનો,મિત્રોએ ઉપરોક્ત કાર્યક્રમમાં સહભાગી થયા હતા.વરસાદનો માહોલ હોવા છતાં જન્મોત્સવ ખૂબ જ ઉમંંગ હર્ષોત્સાહભેર ગાયત્રીમંત્રો-મહામૃત્યુંજ્ય મંત્રોચ્ચાર-ભજન-સંગીત અને સૌના આશીર્વાદ વચ્ચે ઉજવાયો હતો.હાજર સૌને ગાયત્રી ચાલીસા સદ્ સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.