આજે ગુરુપૂર્ણિમા રાજ્ય સહિત અમદાવાદમાં પણ વિવિધ સ્થળોએ ગુરુપૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ યોજાયા હતા અમદાવાદમાં પણ ભારત વિકાસ પરિષદ ઇસનપુર શાખા તરફથી ઇસનપુરમાં આવેલ સમજુબા સ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિકમાં ગુરુપૂણિમા નિમિત્તે" ગુરુ વંદન છાત્ર અભિનંદન"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના 600થી પણ વધુ બાળકો એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો બાળકો દ્વારા સરસ મજાના ગુરુ વંદના ના ગીતો અને વાર્તાઓ રજૂ કરવામાં આવી હતી સાથે જ ગોવિંદવાડી માં આવેલ વિદ્યામંદિર ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ઇસનપુર શાખાના મહિલા સંયોજિકા નીલાબેન શાહ સહસંયોજિકા સીમાબેન પંડ્યા, કલ્યાણીબેન જોશી નિમિષાબેન મહેતા ભૂમિકાબેન ચૌહાણ શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
ભારત વિકાસ પરિષદ ઇસનપુર શાખા તરફથી સમજુબા સ્કૂલમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો
600 થી પણ વધુ બાળકોએ ભાગ લીધો અને ગુરુવંદના નું મહત્વ સમજ્યા
Wednesday, 29 July 2026 at 11:42 pm

