હિંમતનગર શહેરમાં આવેલી ડિસન્ટ વિદ્યાલય ખાતે ગણેશ મહોત્સવની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
ગણેશ મહોત્સવના આ પાવન પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવી રહ્યો છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ પ્રસંગે ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્ય કોવિદભાઈ સુથારે વિઘ્નહર્તા ગણેશજીની ભાવપૂર્વક વંદના કરી હતી. આ સાથે તેમણે ગણપતિ દાદાના પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરી ભગવાન ગણેશ પોતાના ભક્તો પર કેવી રીતે કૃપા વરસાવે છે, તેનું સુંદર અને અસરકારક શાબ્દિક વર્ણન રજૂ કર્યું હતું.
વિદ્યાર્થી આર્યની આ રજૂઆતથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત સૌએ તેના પ્રયાસને બિરદાવ્યો હતો.
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી રમેશભાઈ પટેલ, આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ગણેશજીની આરાધના કરી અને ગણેશ મહોત્સવની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શાળામાં યોજાઈ રહેલી આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક મૂલ્યો પ્રત્યેનો ભાવ વધુ મજબૂત બને તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

