વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચુ જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણ કરાઈ રહ્યું છે. ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનના અભિયાન અંતર્ગત બુધવારે રાતે 12 વાગ્યે 76 હજાર દિવડાઓ પ્રગટાવી મા ઉમિયાની મહાઆરતી કરવાનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 76માં જન્મદિવસ સંદર્ભે તેમના દીધાર્યુ માટે મહાઆરતીનું આયોજન કરાયું છે. ગુજરાતમાં પ્રથમ વખત રાતે 12ના ટકોરે 76 GeN Zના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત 5000 લોકો વંદે માતરમનું ગાન કરશે. આ અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખશ્રી આર.પી.પટેલે જણાવ્યું કે PM નરેન્દ્ર મોદીજીના સારા સ્વાસ્થ્ય માટે મા ઉમિયાને પ્રાર્થના કરીએ છીએ. સાથે જ રાષ્ટ્ર ચેતનનાના અભિયાન અંતર્ગત Gen Z યુવાનો સામાજ અને રાષ્ટ્રના કાર્યમાં જોડાય એટલે રાતે 12ના ટકોરે કાર્યક્રમનું આયોજન કરાયું છે. લગભગ 5000થી વધુ લોકો મા ઉમિયાના મહાપ્રસાદનો લાભ લેશે. અને આ કાર્યક્રમના આયોજનમાં લગભગ 500થી વધુ સ્વયંસેવકો જોડાયા છે. સમગ્ર અમદાવાદ અને ગાંધીનગરમાંથી 100થી વધુ બસ દ્વારા ભક્તો વિશ્વ ઉમિયાધામ પહોંચશે. આશીર્વાદનો દીવો કાર્યક્રમમાં એક ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 76 મા જન્મ દિવસ નિમિત્તે વિશ્વઉમિયાધામમાં રાત્રે 12 વાગ્યે 76,000 દિવડા ઝગમગશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાતે 12 વાગ્યે મા ઉમિયાની મહાઆરતી કરશે 76 Gen Zના નેતૃત્વમાં રાત્રે 12 વાગ્યે 5000 લોકો વંદે માતરમનું ગાન કરશે
Tuesday, 15 September 2026 at 06:31 pm

