ભિલોડા તાલુકાના મઉ ગામે નવરાત્રી મંડળ દ્વારા સતત 89 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ ગામલોકોમાં આસ્થા અને ઉત્સાહનું કેન્દ્ર બની રહી છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન મંડળની એકમાત્ર ફરતી ગરબી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.
ગામમાં આવેલા વારાહી માતાજીના મંદિરના નવરાત્રી ચોકમાં પરંપરાગત રીતે ગરબા ગાવામાં આવે છે. આ પ્રસંગે ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીની આરાધના સાથે ગરબે ઘૂમી નવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરે છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે નોમના દિવસે કુમારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ સુરેશભાઈ સુથાર સહિત મંડળના સભ્યો અને ગ્રામજનોએ કુમારિકાઓનું પૂજન કરી વારાહી માતાજીનાં દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.મઉ ગામમાં 89 વર્ષથી જળવાઈ રહેલી નવરાત્રીની આ પરંપરા ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક બની રહી છે.

