આ વર્ષે નવરાત્રીના શુભારંભે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા વર્ષોવર્ષ બંન્ને નવરાત્રીમાં નવ દિવસ દરમ્યાન સમૂહમાં ગાયત્રી ચાલીસાનું અનુષ્ઠાન કરવામાં આવે છે તે મુજબનું આયોજન કરાયું હતું જેમાં વિશ્વ કલ્યાણાર્થે સૌને સદ્ બુદ્ધિ ઉજ્જવલ ભવિષ્ય નિરામય જીવન પ્રાપ્ત થાઓ તેવા શુભાશયથી ભક્તિમય વાતાવરણમાં શ્રધ્ધાપૂર્વક શ્રધ્ધાળુઓ બહેનો દ્વારા દરરોજ ૧૨ ગાયત્રી ચાલીસા પાઠ-ગાયત્રી મંત્ર-મહામૃત્યુંજ્ય મંત્ર ભજન-ગીત-આરતી પૂજા-પ્રાર્થના-પ્રસાદ આસો સુદ-૧ તા.૧૧-૧૦-૨૦૨૬ રવિવારથી તા.૧૯-૧૦-૨૦૨૬ સોમવાર નવ દિવસ દરમ્યાન દરરોજ બપોર બાદ ૩-૦૦ થી ૫-૩૦ કામિનીબહેન રાકેશભાઈપટેલ,પહેલોવાસ,નારણપુરા ગામના નિવાસ સ્થાને કરવામાં આવ્યા હતાં અંતમાં અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે તા.૧૯-૧૦-૨૦૨૬ સોમવાર બપોર બાદ ગાયત્રીયજ્ઞ શ્રધ્ધાળુઓની ઉપસ્થિતમાં ભક્તિમય માહોલમાં મનોજભાઈ ત્રિવેદીએ વૈદિક ગાયત્રીમંત્રો-મહામૃત્યુંજ્ય મંત્રોચ્ચાર દ્વારા કરાવ્યો હતો સૌના માટે લાડુ-ફૂલવડીના પ્રસાદનું આયોજન કરેેલ હતું અને જ્યોતિ જ્ઞાનરથ દ્વારા નિ:શુલ્ક સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું.
ગાયત્રી પરિવાર ની બહેનો દ્વારા નવરાત્રીના નવ દિવસ ગાયત્રી ચાલીસા નું અનુષ્ઠાન
વર્ષોવર્ષ બંન્ને નવરાત્રીમાં નવ દિવસ દરમ્યાન સમૂહમાં ગાયત્રી ચાલીસાનું અનુષ્ઠાન કરવામાં આવે છે વિશ્વ કલ્યાણાર્થે સૌને સદ્ બુદ્ધિ ઉજ્જવલ ભવિષ્ય નિરામય જીવન પ્રાપ્ત થાઓ તેવા શુભાશયથી અનુષ્ઠાન કરાય છે.
Tuesday, 20 October 2026 at 02:51 pm

