અમદાવાદમાં નવરાત્રીનો રંગ હવે બહેનોના ઉત્સાહ અને ઉમંગ સાથે જામવા લાગ્યો છે. પરંપરાગત પોશાક, ટીલડીવાળી સાડીનો અનોખો શણગાર અને ગરબાના તાલે ઝૂમતી બહેનો... ઉત્કર્ષ દ્વારા આયોજિત નવલી નવરાત્રીના કાર્યક્રમમાં ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.

મા અંબાની આરાધના સાથે બહેનોએ પરંપરાગત ટીલડીવાળી સાડી પહેરીને ગરબાની રમઝટ બોલાવી હતી. ગુજરાતી સંસ્કૃતિની આગવી ઓળખ સમાન પરંપરાગત પોશાકમાં સજ્જ બહેનોનો ઉત્સાહ અને ગરબાના તાલે તેમના ઉત્સાહભર્યા અંદાજે કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

પરંતુ ઉત્કર્ષની આ નવલી નવરાત્રી માત્ર ગરબા અને મનોરંજન પૂરતી સીમિત નહોતી. આ આયોજનની સાથે મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ફેસ્ટિવલ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પોતાની આવડત, કળા અને વ્યવસાયિક ક્ષમતાને લોકો સુધી પહોંચાડવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ અને ચીજવસ્તુઓના પ્રદર્શન તથા વેચાણથી તેમને નવા ગ્રાહકો સુધી પહોંચવાની અને આવક મેળવવાની તક મળે છે.

આજના સમયમાં મહિલાઓ માત્ર ઘર સંભાળવા પૂરતી સીમિત નથી, પરંતુ પોતાની આવડત અને મહેનતના બળે વ્યવસાયના ક્ષેત્રમાં પણ આગળ વધી રહી છે. આવા એક્ઝિબિશન મહિલાઓને પોતાની ઓળખ ઊભી કરવા, આર્થિક રીતે સક્ષમ બનવા અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

નવરાત્રીનો આ ઉત્સવ મહિલાઓ માટે માત્ર ગરબા રમવાનું માધ્યમ જ નહીં, પરંતુ પોતાની પ્રતિભા દર્શાવવા, વ્યવસાયને આગળ વધારવા અને કમાણી કરવાની તક ઊભી કરવાનું માધ્યમ પણ બની રહ્યો છે.

જાહેરાતAdvertisement

ઉત્કર્ષ દ્વારા આયોજિત આ નવલી નવરાત્રીમાં પરંપરા અને મહિલા સશક્તિકરણનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

ગરબાના તાલ સાથે સંસ્કૃતિની ઉજવણી અને વ્યવસાયના માધ્યમથી આત્મનિર્ભરતા તરફ આગળ વધતી મહિલાઓ... ઉત્કર્ષની નવલી નવરાત્રીનો આ જ છે અનોખો સંદેશ!