સમસ્ત ગ્રામજનો એકત્રિત થઈ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક માતાજીના આશીર્વાદ મેળવ્યા

મઉ ગામમાં નવરાત્રી પર્વની આઠમના પાવન અવસરે જગતજનની મા વારાહીની આરાધના સાથે પરંપરાગત હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મઉ ગામમાં છેલ્લા ૮૯ વર્ષથી અવિરત ચાલી આવતી આ ધાર્મિક પરંપરા આજે પણ ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બની રહી છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ગામમાં આવેલી વારાહી માતાજીના ચોકમાં તમામ જ્ઞાતિના ગ્રામજનો એકત્રિત થઈ પરંપરાગત વિધિ-વિધાન સાથે હવનમાં જોડાયા હતા. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગામના મુખી અમૃતભાઈ નારાયણભાઈ પટેલે હવનની પૂજાવિધિમાં યજમાન તરીકે સ્થાન ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે સમસ્ત મઉ ગ્રામજનો ઉપસ્થિત રહી શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નવરાત્રીના પવિત્ર પર્વે હવનમાં આહુતિ અર્પણ કરી સૌએ ગામમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વેના કલ્યાણ માટે મા વારાહીને પ્રાર્થના કરી હતી. ૮૯ વર્ષથી જળવાયેલી આ પરંપરા મઉ ગામની ધાર્મિક આસ્થા, સામાજિક એકતા અને સંસ્કૃતિના જતનનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.