રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળના ‘ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન’ દ્વારા તા. ૦૮ થી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજિત ‘માટી મૂર્તિ મેળો-૨૦૨૬’ ને ભવ્ય સફળતા મળી છે. આ ૭ દિવસીય મેળા દરમિયાન રાજ્યના ૩૬૧ નોંધાયેલા કારીગરો દ્વારા નિર્માણ કરવામાં આવેલી ૨૩,૫૪૨ ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની માટીની મૂર્તિઓનું વેચાણ થતાં અંદાજે રૂ. ૫ કરોડની આવક મેળવી છે. આ આયોજન માટે સંસ્થાન દ્વારા ૩૬૧ માટી મૂર્તિકારોને ૧૮૬ ટન 'રેડી-ટુ-યુઝ' માટીનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ૧૦૦ ટકા સબસિડી સાથે વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ કરાયા હતા.

અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં વિવિધ પાંચ સ્થળોએ યોજાયેલા આ મેળામાં પર્યાવરણપ્રેમી ગણેશભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે સૌથી વધુ રૂ. ૧.૯૧ કરોડથી વધુ રકમનું વેચાણ નોંધાયું હતું, જ્યારે સુરતના અડાજણ ખાતે સૌથી વધુ ૭,૯૨૦ મૂર્તિઓનું રૂ. ૧.૧૧ કરોડથી વધુનું વેચાણ થયું હતું. આ ઉપરાંત વડોદરાના પારસી અગિયારી મેદાન ખાતે ૭૯ સ્ટોલમાં રૂ. ૮૫.૭૭ લાખ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ૧૨૪ સ્ટોલમાં રૂ. ૭૭.૯૯ લાખ અને અમદાવાદના બોપલ હસ્તકલા હાટ ખાતે ૩૦ સ્ટોલમાં રૂ. ૩૨.૫૫ લાખનું વેચાણ થયું હતું.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રીશ્રી નરેશ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના સક્રિય નેતૃત્વ હેઠળ આયોજિત આ મેળાએ "વોકલ ફોર લોકલ" અને આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને ચરિતાર્થ કરી છે. નવી શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત ૧૦ જિલ્લાની ૩૦૨ શાળાઓના ૮૪,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને માટીની મૂર્તિ બનાવવાનું લાઈવ નિદર્શન અને DIY (Do It Yourself) પ્રવૃત્તિઓ કરાવી પર્યાવરણીય જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ યોજના માત્ર પુરુષ મૂર્તિકારો પૂરતી સીમિત ન રહેતાં, મૂર્તિ નિર્માણ અને સુશોભનમાં જોડાયેલી કારીગર પરિવારની મહિલાઓને ઘરઆંગણે જ આજીવિકા પૂરી પાડી સામાજિક સશક્તીકરણ એક મજબૂત માધ્યમ બની છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં ગણેશોત્સવ પર્વ દરમિયાન પરંપરાગત રીતે પૂજાતી મૂર્તિઓમાં પર્યાવરણીય જાગૃતિ લાવવી એ સમયની માંગ છે. વર્ષ ૨૦૧૪-૧૫ સુધી રાજ્યમાં સ્થપાતી ગણેશ મૂર્તિઓમાં અંદાજે ૯૦ ટકા મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) ની બનતી હતી, જે પાણીમાં ઓગળતી નથી અને જળચરો તથા જળસ્ત્રોતોને ભારે નુકસાન પહોંચાડે છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૫-૧૬ થી ‘માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ સંસ્થાન દ્વારા નોંધાયેલા કારીગરોને ૫૦ ટકા સબસિડી દરે 'રેડી-ટુ-યુઝ' માટી, વિનામૂલ્યે વેચાણ સ્ટોલ અને દૈનિક રૂ. ૧,૦૦૦ ની મેળાસહાય ચૂકવવામાં આવે છે, જેના પરિણામે છેલ્લા એક દાયકાના ભગીરથ પ્રયાસોથી રાજ્યમાં POP ની મૂર્તિઓનો વપરાશ ઘણો ઓછો થઈ ગયો છે.

‘માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના’ હવે માત્ર રાહત કે સહાય પૂરતી સીમિત ન રહેતાં એક સક્ષમ આર્થિક મોડેલ બની ગઈ છે. આવનારા વર્ષોમાં આ મેળાઓ માત્ર વ્યાપારિક ગતિવિધિ ન રહેતા સંસ્કૃતિ, પર્યાવરણ અને ગ્રામીણ કૌશલ્યના ત્રિવેણી સંગમ થકી "આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત" તરફનું એક મજબૂત કદમ સાબિત થશે.