અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ શામળાજી વિષ્ણુ મંદિરની મુલાકાત લઈ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે ધાર્મિક માહોલમાં તેમણે ભગવાન શામળિયાના આશીર્વાદ મેળવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી, અનિલભાઈ પટેલ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર ટ્રસ્ટના અગ્રણીઓ દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.