જુમસર ગામે ગ્રામ પંચાયત દ્વારા પંચાયત અધિનિયમની કલમ 105(1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી પોલીસ પ્રોટેક્શન સાથે ગામતળ સર્વે નંબર 50ની જમીનનું સર્વેક્ષણ, હદ નિશાન અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2009માં ગામતળ નીમ કરાવેલી જમીનનો વર્ષ 2023માં ઈડર પ્રાંત કચેરી દ્વારા લે-આઉટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો. મંજૂર 64 પ્લોટ પૈકી 14 પ્લોટ દલિત, ભરવાડ અને ચામઠા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને ચૂનાથી માર્કિંગ કરી મફતમાં ફાળવવામાં આવ્યા છે.
જુમસર ગ્રામ પંચાયતના સમરસ સરપંચ નરેશભાઈ ડી. પટેલે જણાવ્યું હતું કે કુલ 24 પરિવારોને મફત પ્લોટ આપવાની કામગીરી છેલ્લા દસ વર્ષથી પ્રાથમિકતામાં હતી. વર્ષોના કાનૂની સંઘર્ષ અને સતત પ્રયત્નો બાદ મુખ્યમંત્રીની સૂચના તથા જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સરકારી સર્વેયરના સહયોગથી આ કામગીરી પૂર્ણ થઈ છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
બાકી રહેલા ઠાકોર, રાવળ અને મોચી સમાજના 10 લાભાર્થીઓને આગામી બે દિવસમાં પ્લોટ ફાળવાશે. જ્યારે અન્ય 50 પ્લોટની જાહેર હરાજીથી ફાળવણી માટેની દરખાસ્ત ઈડર તાલુકા પંચાયતને મોકલવામાં આવી છે. ગરીબ અને વંચિત પરિવારોને રહેઠાણનો હક મળવો એ ડૉ. બાબાસાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ સમાન હોવાનું સરપંચે જણાવ્યું હતું.

