બોપલ-ઘુમા, શેલા અને આસપાસના વિસ્તારના પ્રજાજનોના પાયાના પ્રશ્નો અને રજૂઆતોના યોગ્ય ઉકેલ અર્થે કરાયું મનોમંથન
શહેરીજનોની રજૂઆતો સાંભળીને જનસુવિધા અને માળખાકીય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આપી બાહેંધરી

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા બોપલ, ઘુમા અને શેલા સહિતના વિસ્તારોના નાગરિકો માટે બોપલની બી.કે.એમ. સ્કૂલ ખાતે ‘લોક દરબાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
આ લોક દરબારમાં ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના બોપલ, ઘુમા અને શેલા જેવા ઝડપથી વિકસતા રહેણાંક વિસ્તારોના સ્થાનિક નાગરિકો અને સોસાયટીના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી.
ખાસ કરીને તાજેતરમાં સર્જાયેલી જળભરાવની સ્થિતિ, વરસાદી પાણીના નિકાલ (સ્ટોર્મ વોટર ડ્રેનેજ), રસ્તાઓ અને ટ્રાફિક વ્યવસ્થા, નવી પાઇપલાઇન દ્વારા પીવાના પાણીની સુવિધા, ડ્રેનેજ લાઇન તેમજ ઝોનલ લેવલની માળખાકીય સુવિધાઓને લગતા મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ઉપસ્થિત મહાનુભાવો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળીને તેના ત્વરિત અને યોગ્ય ઉકેલ માટે સ્થળ પર જ સકારાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
*કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે લોક દરબારમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે,* આ વિસ્તારના નાગરિકો સાથે પાછલા ૩૦ વર્ષથી વધુ સમયથી તેમનો સંબંધ પરિવાર જેવો આત્મિયતાપૂર્ણ રહ્યો છે. તાજેતરમાં સર્જાયેલી ૨૦-૨૧ ઈંચ જેટલા ભારે વરસાદની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે અણધાર્યા અને ભારે વરસાદના કારણે આ વિસ્તારના નાગરિકોને તકલીફ પડી હતી.
શ્રી અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે જળબંબાકારની સ્થિતિમાંથી પાણી ઓસર્યાના બીજા જ દિવસથી વરસાદી પાણીના કાયમી નિકાલ માટેનું ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ શરૂ કરી દેવાયું છે. તેમણે વિસ્તારના રહીશોને ખાતરી આપતાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ૩૦ ઈંચ જેટલો વરસાદ પડે તો પણ સોસાયટીઓ અને ઘરોમાં પાણી ના ભરાય તે પ્રકારનું સુદ્રઢ અને ટાઈમ-બાઉન્ડ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બોપલ, ઘુમા, શેલા અને આજુબાજુના નવવિકસિત વિસ્તારો માટે જાસપુરથી પીવાના પાણીની લાઇનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના થકી આગામી સમયમાં તમામ રહીશોને નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું થઈ જશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે એક સમયે ગ્રામ પંચાયત ધરાવતા આ વિસ્તારમાં આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મેટ્રો, એએમટીએસ, ફ્લાયઓવર, ડ્રેનેજ, અને સ્પોર્ટ્સ સંકુલ જેવા રોડ-રસ્તા અને માળખાકીય વિકાસના અભૂતપૂર્વ કામો થયા છે. સાથે જ આ ક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાનું વાતાવરણ અત્યંત મજબૂત બન્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રણેય વહીવટી પાંખો નાગરિકોના પ્રશ્નો પ્રત્યે અત્યંત ગંભીર છે અને લોક દરબારમાં મળેલી તમામ લેખિત તથા મૌખિક રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે.
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોક દરબારમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે*, બદલાયેલી ઋતુચક્રની પેટર્નના કારણે તાજેતરમાં બોપલ અને આસપાસના વિસ્તારમાં ૨૦ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો, પરંતુ આ કુદરતી આપદા વચ્ચે પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના સતત માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી સમયમાં ચોમાસા દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે મજબૂત ડ્રેનેજ અને રોડ-રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બોપલ-ઘુમા વિસ્તારમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અંડરપાસ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની પૂરતી સગવડ તેમજ ખાનગી સોસાયટીઓમાં રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પરકોલેશન વેલ, આર.સી.સી. રોડ અને પેવર બ્લોકના કામો મંજૂર કરી પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દેશવ્યાપી જળ સંચય અભિયાન અંતર્ગત તળાવોના ઇન્ટરલિંકિંગ અને રિચાર્જિંગ બોર દ્વારા પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ કરવાનું સફળ અભિયાન ચલાવાઈ રહ્યું છે.
બોપલ-ઘુમા વિસ્તારના વિકાસ અંગે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બોપલ-ઘુમા વિસ્તાર પાછળથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળ્યો હોવા છતાં, શહેરના અન્ય વિસ્તારોની સમકક્ષ તમામ નાગરિક સુવિધાઓ અને કોર્પોરેશનના તમામ લાભો આ વિસ્તારના લોકોને મળે તેવા સ્પષ્ટ પ્રયાસો હાથ ધરાયા છે અને આ લોક દરબારના માધ્યમથી સ્થાનિકો દ્વારા રજૂ કરવામાં આવતી તમામ વ્યાજબી સમસ્યાઓનું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સત્વરે સોલ્યુશન લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
*અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટે જણાવ્યું કે* આ લોક દરબારનો મુખ્ય ઉદ્દેશ બોપલ, ઘુમા અને શેલા વિસ્તારના નાગરિકો તથા સોસાયટીના ચેરમેન-સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ સાધી સ્થાનિક પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ બોપલ-ઘુમા કોર્પોરેશનમાં ભળ્યા બાદ પીવાના પાણી માટે 11 જેટલી ટાંકીઓ, કચરાના ડમ્પિંગ સાઇટનું ઇકોલોજી પાર્કમાં રૂપાંતરણ, રોડ-રસ્તા, હેલ્થ સેન્ટર અને સ્વિમિંગ પૂલ જેવા અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરાયા છે. તાજેતરમાં 20 ઈંચ જેટલા ભારે વરસાદ બાદ વહીવટીતંત્ર નાગરિકોની વચ્ચે રહ્યું છે અને પ્રાથમિક સર્વેના આધારે આ વિસ્તારોમાં તાત્કાલિક ₹143 કરોડથી વધુના રિપેરિંગ તથા માળખાકીય કામો શોર્ટ નોટિસ ટેન્ડરથી શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં અમદાવાદના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ અને શ્રી અમિતભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, રેન્જ આઇજી શ્રી રાઘવેન્દ્ર વત્સ, જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર, દંડક શ્રી અતુલભાઈ મિશ્રા, સહિત કોર્પોરેશન અને ઔડાના ઉચ્ચ અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

