આ ફોરમ સર્ક્યુલર ફાઇનાન્સની સુવિધા અને સર્ક્યુલરિટી માટે નવીનતાને આગળ વધારવા માટે આંતર-ક્ષેત્રીય ભાગીદારી માટેનું એક વૈશ્વિક મંચ
અંદાજે ૬૫ થી વધુ દેશોના ૦૨ હજારથી વધુ હિસ્સેદારો ભાગ લેશે; ૧૨૫ થી વધુ પ્રદર્શનકર્તાઓ આંતરરાષ્ટ્રીય એક્સ્પોમાં સર્ક્યુલરિટી સોલ્યુશન્સનું પ્રદર્શન કરશે

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
સમગ્ર દક્ષિણ એશિયામાં
પ્રથમવાર આવતીકાલથી તા.૧૫ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર -ગુજરાત ખાતે 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬'નું આયોજન કરશે.
ફોરમનું સંયુક્ત ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.
આ ફોરમનું આયોજન 'સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્સિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પેરીટી' (Circular Economy: Transition for People and Prosperity) થીમ હેઠળ કરવામાં આવશે, ત્યારબાદ ૧૭ થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન એક્સેલરેટર સત્રો યોજાશે. જ્યારે તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપનાર અન્ય મહાનુભાવોમાં ગુજરાતના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભારતમાં ફિનલેન્ડના રાજદૂત એચ.ઈ. શ્રી મિક્કો કિવિકોસ્કી, સિત્રા (SITRA) ના પ્રમુખ શ્રી એટે જાસ્કેલાઈનન, આર્થિક બાબતો અને આબોહવા મંત્રાલય (નેધરલેન્ડ) ના સર્ક્યુલર ઇકોનોમી નિયામક શ્રીમતી મેરીકે સ્પાઇકરબોઅર તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થશે.

સર્ક્યુલરિટીનો મુખ્ય હેતુ હાલની સામગ્રી અને ઉત્પાદનોનો પુનઃઉપયોગ, રિફર્બિશિંગ અને રિસાઇક્લિંગ કરીને તેને મૂલ્યવાન સંસાધનો તરીકે ફરીથી અર્થતંત્રમાં લાવવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ, ભારત પર્યાવરણીય શાસનમાં એક મોટો બદલાવ લાવી રહ્યું છે અને આધુનિક સર્ક્યુલર ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), ફિનિશ ઇનોવેશન ફંડ સિત્રા (Sitra), ફિનલેન્ડ સરકાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC), ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
WCEF 2026 નો મુખ્ય ઉદ્દેશ્ય સર્ક્યુલરિટીને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટેના ભારતના પ્રયાસોને દર્શાવવાનો છે. આ ઇવેન્ટમાં અંદાજે ૬૫ થી વધુ દેશોના ૨૦૦૦ થી વધુ હિસ્સેદારો ભાગ લેશે. જેમાં વ્યાપારી નેતાઓ, ઉદ્યોગસાહસિકો, સંશોધકો, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો અને અન્ય મહાનુભાવો સામેલ થશે.
તા.૧૫-૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન, આ ફોરમમાં AI નો ઉપયોગ, રોજગારની ક્ષમતા, ઉર્જા ઉત્પાદન, નાણા, શાસન, ટકાઉ ઉત્પાદનો અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ જેવા વિષયો પર ૦૪ પ્લેનરી અને ૧૬ સંતોષકારક થીમ આધારિત સત્રો યોજાશે. આ ઉપરાંત,૧૨૫ થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકર્તાઓ સાથેનો એક્સ્પો સ્ટાર્ટ-અપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વ્યવહારુ ઉકેલોનું પ્રદર્શન કરશે.
આ ઉપરાંત તા. ૧૭-૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ, વૈશ્વિક સહયોગીઓ ગાંધીનગર તેમજ વિશ્વભરના અન્ય સ્થળોએ ઓનલાઇન/હાઇબ્રિડ અને રૂબરૂમાં ૮૦ એક્સેલરેટર સત્રો સ્વતંત્ર રીતે યોજશે.
તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સમાપન સમારોહમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી કીર્તિ વર્ધન સિંહ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ફિનલેન્ડના આબોહવા અને પર્યાવરણ મંત્રી શ્રીમતી સારી મુલ્તાલા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહિતના અગ્રણીઓ હાજર રહેશે.
આ કાર્યક્રમનું સમાપન સિત્રાના પ્રમુખ દ્વારા આગામી યજમાનને વિધિવત હેન્ડઓવર કરીને કરવામાં આવશે.

