કેન્દ્રીય બજેટમાં ૧૦ વર્ષના બદલે સળંગ ૨૦ વર્ષના ટેક્સ હોલિડેની જોગવાઈથી ગિફ્ટ સિટીમાં રોકાણકારોનો વિશ્વાસ વધશે

રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં 39 ટકા કેપિટલ એક્સપેન્ડિચર માટે ફાળવ્યા છે.

જાહેરાતAdvertisement

સાબરમતી રિવરફ્રન્ટ ગિફ્ટ સિટી સુધી લંબાવાઈ રહ્યો છે, મેટ્રો કનેક્ટિવિટીથી ગિફ્ટ સિટીનું પરિવહન સુગમ બન્યું

----------

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ છે કે, ગિફ્ટ સિટી દેશના ફાયનાન્સિયલ સેક્ટરને ગ્લોબલ બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું સશક્ત માધ્યમ બન્યું છે.

ભારત આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગિફ્ટ સિટીમાં કાર્યરત દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSCA) અને બુલિયન એક્સચેન્જ આ વિકાસને નવું બળ પૂરું પાડી રહ્યા છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

બેન્કિંગ, ઇન્શ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ, કેપિટલ માર્કેટ સર્વિસ, ફંડ મેનેજમેન્ટ, ફિનટેક, એરક્રાફ્ટ અને શિપ લીઝિંગ જેવા વૈવિધ્યસભર ક્ષેત્રોમાં ગિફ્ટ સિટી સતત પોતાની ક્ષિતિજો વિસ્તારતું રહ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી ગિફ્ટ સિટીમાં HSBC અને NDTVના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ગોબલ કનેક્ટ ગિફ્ટ સિટી એડિશનના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, એક સમયે જે સ્થળે માત્ર ખેતરો અને સાબરમતી નદીના કોતરો હતાં, ત્યાં આજે વર્લ્ડ ક્લાસ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ કાર્યરત થઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમય કરતાં બે કદમ આગળ વિચારીને તેને અમલમાં મૂકી બતાવે છે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ ગિફ્ટ સિટીનું નિર્માણ અને તેનો વિકાસ છે.

તેમણે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં આવનારા ઉદ્યોગો માટે કેન્દ્રીય બજેટમાં ખાસ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. ૧૦ વર્ષના ટેક્સ હોલિડેના બદલે હવે ૨૦ વર્ષનો ટેક્સ હોલિડે જાહેર કરાતા રોકાણકારો વધુ ભરોસા અને સુગમતા સાથે ગિફ્ટ સિટીમાં રોકાણ કરી શકશે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કટિંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે પણ આ વર્ષના બજેટમાં કુલ ૩૯% જેટલી રકમ કેપિટલ એક્સપેન્ડિચર માટે ફાળવી છે.

આજના યુગમાં AI માત્ર ટેકનોલોજી પૂરતું સીમિત ન રહેતા બેન્કિંગ, રિસ્ક મેનેજમેન્ટ અને વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રે પણ મોટો બદલાવ લાવી રહ્યું છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગિફ્ટ સિટી ખાતે શરૂ કરાયેલું 'AI સેન્ટર ઓફ એક્સેલન્સ' નવા સોલ્યુશન્સ, નિષ્ણાતો, વ્યવસાયીઓ અને સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવવાનું સશક્ત પ્લેટફોર્મ બન્યું છે.

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે વડાપ્રધાનશ્રીના 'ગ્રીન ગ્રોથ'ના મંત્રને સાકાર કરવા માટે ગ્રીન બોન્ડ, સસ્ટેનેબલ ફાઇનાન્સિંગ, ક્લાઇમેટ ફાઇનાન્સ અને રિન્યુએબલ એનર્જી ફાઇનાન્સિંગ જેવા ક્ષેત્રોમાં ગિફ્ટ સિટી વિશાળ સંભાવનાઓ ધરાવે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’નો વિકાસમંત્ર ગિફ્ટ સિટીમાં ચરિતાર્થ થઈ રહ્યો છે તેમ જણાવતાં કહ્યું કે, ગિફ્ટ સિટી ખાતે રહેતા અને કામ કરતા લોકો માટે સુવિધા અને પરિવહનની સુગમતા વધારવા મેટ્રો કનેક્ટિવિટી દ્વારા પરિવહનને સરળ બનાવવામાં આવ્યું છે. એટલું જ નહિ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને ગિફ્ટ સિટી સુધી લંબાવવાનું કામ પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે.

મુખ્યમંત્રીશ્રીએ ‘ગ્લોબલ કનેક્ટ ગિફ્ટ સિટી એડિશન’ના સફળ આયોજન બદલ એનડીટીવી તથા એચએસબીસીની ગ્લોબલ લિડરશીપને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે આઇ.એફ.એસ.સી.એ.ના ચેરપર્સન શ્રી કે. રાજરમન,ગિફટ સિટીના મેનેજિંગ ડિરેકટર અને ગ્રુપ સીઈઓ શ્રી સંજય કૌલ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા