અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ (GSI) ખાતે બે દિવસીય એડવાન્સ શોલ્ડર સર્જિકલ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 'ટીચિંગ ધ રાઈટ મેથડ'ના મુખ્ય દ્રષ્ટિકોણ સાથે યોજાયેલા આ એકેડેમિક કાર્યક્રમનો મુખ્ય હેતુ આધુનિક ખભાની સર્જરીમાં તકનીકી ચોકસાઈ લાવવાનો, દર્દીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રાયોગિક કૌશલ્ય સાથે જોડવાનો હતો.

આ ઇન્ટેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામમાં રાજ્યભરમાંથી તજજ્ઞ ફેકલ્ટી, યુવા ઓર્થોપેડિક સર્જનો અને રેસિડેન્ટ ડોક્ટર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટને વિશ્વસ્તરીય સ્પાઇન અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર બનાવવાના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયાના વિઝનને સાકાર કરવાની દિશામાં આ વર્કશોપ એક મહત્વનું આયોજન સાબિત થયું હતું.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

કાર્યક્રમના પ્રથમ દિવસે ખભાની જટિલ આર્થ્રોસ્કોપિક અને રિકન્સ્ટ્રક્ટિવ પ્રક્રિયાઓની ૪ લાઈવ સર્જરીઓનું સફળતાપૂર્વક નિદર્શન કરવામાં આવ્યું હતું. ઓપરેશન થિયેટરથી કોન્ફરન્સ હોલમાં રિયલ-ટાઇમ ઓડિયો-વિઝ્યુઅલ ટેલિકાસ્ટ દ્વારા તાલીમાર્થીઓને સર્જરી દરમિયાન તબક્કાવાર માર્ગદર્શન, નિર્ણય પ્રક્રિયાના તર્કો અને ભૂલો નિવારવાની વ્યૂહરચનાઓ પ્રત્યક્ષ રીતે શીખવવામાં આવી હતી.

બીજા દિવસે તાલીમાર્થીઓને ફ્રેશ ટીશ્યુ કેડેવરિક (Cadaveric) સ્પેસિમેન પર પ્રાયોગિક ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેથી તેમને ઓપરેશન થિયેટર જેવો જ વાસ્તવિક અનુભવ મળી રહે.

આ સેશન દરમિયાન આર્થ્રોસ્કોપિક પોર્ટલ પ્લેસમેન્ટ, ચોકસાઈપૂર્વક ગાંઠ બાંધવી (Knot Tying), રોટેટર કફ રિપેર તેમજ ખભાની અસ્થિરતા (Instability) ની સર્જિકલ કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

તજજ્ઞો દ્વારા આપવામાં આવેલા વન-ઓન-વન માર્ગદર્શનથી દરેક ડેલિગેટે સુવ્યવસ્થિત સર્જિકલ સ્ટેપ્સમાં નિપુણતા મેળવી હતી. આ ઉપરાંત, ઓપરેશન પહેલાં અને પછીની તબીબી સંભાળ, પ્રાદેશિક એનેસ્થેસિયા બ્લોક્સ અને દર્દીના રિહેબિલિટેશન પર પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી.

જાહેરાતAdvertisement

ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. પીયૂષ મિત્તલે જણાવ્યું હતું કે, "અમારો ધ્યેય માત્ર દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાનો જ નથી, પરંતુ સર્જિકલ તાલીમમાં પણ ઉત્કૃષ્ટતા લાવવાનો છે. ખભાની જટિલ સર્જરીમાં સંપૂર્ણ ચોકસાઈ ખૂબ જરૂરી છે. યુવા સર્જનો ઓપરેશન થિયેટરમાં પ્રવેશતા પહેલા યોગ્ય એનાટોમિકલ પદ્ધતિઓ અને પ્રમાણિત તકનીકો શીખી શકે તે માટે આ વર્કશોપ યોજાયો હતો. આ સફળ આયોજન બદલ હું ઓર્થોપેડિક, એનેસ્થેસિયા અને સપોર્ટિંગ સ્ટાફની ટીમને અભિનંદન પાઠવું છું."

સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ ખાતે આવેલી ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ એ એડવાન્સ સર્જિકલ કેર, ક્લિનિકલ રિસર્ચ અને નિરંતર તબીબી શિક્ષણ આપતી રાજ્યની અગ્રણી સરકારી સંસ્થા છે.