પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, કચ્છનું વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ના રણોત્સવ દરમિયાન અંદાજિત ૧૦.૪૧ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જેમાં ૧૦.૩૯ લાખથી વધુ સ્થાનિક અને ૨,૧૭૮ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૦૫થી શરૂ થયેલો રણોત્સવ આજે ૩ દિવસથી વધીને ૪ મહિનાનો વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ બન્યો છે. રણોત્સવ થકી સ્થાનિક કલાકારો, સખી મંડળો અને હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આર્થિક આત્મનિર્ભરતા મળી છે.

વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ક્રાફ્ટ સ્ટોલ તથા સખી શક્તિ દ્વારા સંચાલિત સ્ટોલ્સની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા ૪,૧૨,૪૨૩ નોંધાઈ છે, જે ગત વર્ષની સરખામણીએ ૭૭.૯૬% નો જંગી વધારો દર્શાવે છે. એટલું જ નહીં, ક્રાફ્ટ સ્ટોલ્સ થકી થતી આવક પણ રૂ. ૬.૯૯ કરોડથી વધીને રૂ. ૧૨.૧૧ કરોડ થઈ છે, જે આવકમાં ૭૩.૩૦%નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. ઉપરાંત, ફૂડ સ્ટોલ ધારકોની આવકમાં પણ ૩૩.૯૬%નો વધારો નોંધાયો છે.
*વર્ષ ૨૦૨૫-૨૬માં અન્ય આકર્ષણોની મુલાકાતોની વિગત આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,*
* સાંસ્કૃતિક કાર્યક્રમ: ૫૮,૬૭૯ મુલાકાતીઓ (૪૫% નો વધારો)
* થીમ પેવેલિયન: ૧,૩૫,૩૬૬ મુલાકાતીઓ (૯.૫૭% નો વધારો)

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
* ફન ઝોન / ચિલ્ડ્રન એક્ટિવિટી: ૧૯,૮૧૨ મુલાકાતીઓ (૧૩.૯૩% નો વધારો)
* લાઈટ એન્ડ સાઉન્ડ શો: ૧,૦૮,૩૧૫ મુલાકાતીઓ
* ફૂડ સ્ટોલ: ૨,૩૧,૭૮૬ મુલાકાતીઓ
પર્યાવરણ જતન અને પ્રવાસી સુવિધાઓ: વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મેળવનાર 'ધોરડો' ખાતે પ્રવાસીઓની સુવિધા અને પર્યાવરણની જાળવણી માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી ‘હોપ ઓન હોપ ઓફ’ બસ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેમજ કાચની બોટલમાં પીવાનું પાણી અને સફેદ રણની નિયમિત સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

