સમગ્ર દેશમાં ઈ-કેવાયસી માટે My Ration એપ્લિકેશનનો ગુજરાતમાં નોંધપાત્ર ૯૭ ટકા‌ ઉપયોગ થયો છે. સાબરકાંઠા જિલ્લામાં ૯,૭૦,૭૩૫ વ્યક્તિઓના ૨,૨૦,૧૬૧ રેશનકાર્ડનું ઈ-કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું‌ છે તેમ, મંત્રી રમણભાઈ સોલંકીએ ગૃહમાં જણાવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં એન.એફ.એસ.એ‌‌ રેશનકાર્ડના‌ કેટલા‌ ઇ- કેવાયસી ‌ પૂર્ણ કરવામાં ‌ આવ્યા છે‌‌ તે‌ અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું ‌કે, ઈ -કેવાયસી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના‌ ચાર અલગ-અલગ માધ્યમો, જેમાં My Ration મોબાઇલ એપ્લિકેશન, ગ્રામ્ય સ્તરે કાર્યરત કમ્પ્યુટર/PC, મોબાઇલ એપ્લિકેશન તથા મામલતદાર કચેરીનો સમાવેશ થાય છે, તેના મારફતે કરવામાં આવ્યું છે. પાત્રતા ધરાવતા‌ લાભાર્થીઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે ઈ-કેવાયસીની પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ છે.