સાબરકાંઠા લોકસભા બેઠકના સાંસદ શ્રીમતી શોભનાબેન એમ. બારૈયાએ અમદાવાદથી ખેડબ્રહ્મા સુધી દોડાવવામાં આવતી વિશેષ ટ્રેનને તાલોદ, પ્રાંતિજ અને જાદર રેલવે સ્ટેશનો પર તાત્કાલિક સ્ટોપ આપવા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધકને રજૂઆત કરી છે.

સાંસદે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ અમદાવાદથી ખેડબ્રહ્મા તરફ મુસાફરી કરે છે. આથી વિશેષ ટ્રેનને તાલોદ, પ્રાંતિજ અને જાદર જેવા મહત્વના સ્ટેશનો પર સ્ટોપ આપવામાં આવે તો સ્થાનિક નાગરિકો તેમજ યાત્રાળુઓને મોટી સુવિધા મળી શકે છે.

જાહેરાતAdvertisement

ખાસ કરીને જાદર એક મહત્વપૂર્ણ અને વિકસિત નગર છે, જ્યાં કોલેજ, વિદ્યાલય, પોલીસ સ્ટેશન, બજાર સહિતની વિવિધ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આસપાસના અનેક ગામોના લોકો દૈનિક જરૂરિયાતો માટે જાદર ખાતે અવરજવર કરે છે. તેથી જાદર સ્ટેશન પર વિશેષ ટ્રેનનો સ્ટોપ સ્થાનિકો માટે અત્યંત ઉપયોગી બનશે તેવી રજૂઆત કરવામાં આવી છે.

સાંસદે વધુમાં જણાવ્યું કે જાદર ખાતે યોજાતા ત્રણ દિવસીય પ્રસિદ્ધ મેળા/ઉત્સવમાં 21, 22 અને 23 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ ભાગ લે છે. આ સમયગાળા દરમિયાન વિશેષ ટ્રેનના સ્ટોપથી યાત્રાળુઓને મોટી રાહત મળશે.

આ ઉપરાંત આગામી નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને લોકસભા મતવિસ્તારમાં આવેલા અંબાજી ધામ અને મા અંબાજી મંદિરના દર્શન માટે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે અમદાવાદ-ખેડબ્રહ્મા વિશેષ ટ્રેનની સેવા 24 નવેમ્બર સુધી લંબાવવા પણ સાંસદે પશ્ચિમ રેલવે સમક્ષ વિનંતી કરી છે.

સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે તંત્રને વિનંતી કરી છે કે યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તાલોદ, પ્રાંતિજ અને જાદર સ્ટેશનો પર વિશેષ ટ્રેનને સ્ટોપ આપવા તેમજ નવરાત્રી દરમિયાન ટ્રેન સેવા 24 નવેમ્બર સુધી લંબાવવા અંગે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવામાં આવે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

​