ખેડબ્રહ્મામાં યોજાનારા પ્રસિદ્ધ ભાદરવી પૂનમ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે મેલા સ્પેશિયલ ટ્રેનનો આજથી, 19 સપ્ટેમ્બર 2026થી પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન 1 ઓક્ટોબર 2026 સુધી દરરોજ દોડશે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
🚆 અસારવાથી ખેડબ્રહ્મા
ટ્રેન નંબર 09405 અસારવાથી સવારે 9:35 વાગ્યે ઉપડશે.
નરોડા ખાતે 9:43 વાગ્યે, હિંમતનગર ખાતે 10:58 વાગ્યે અને વડાલી ખાતે 11:40 વાગ્યે પહોંચશે. ત્યારબાદ બપોરે 12:10 વાગ્યે ખેડબ્રહ્મા પહોંચશે.
🚆 ખેડબ્રહ્માથી અસારવા

ટ્રેન નંબર 09406 ખેડબ્રહ્માથી બપોરે 3:35 વાગ્યે ઉપડશે.
વડાલી, હિંમતનગર અને નરોડા ખાતે રોકાણ બાદ સાંજે 6:10 વાગ્યે અસારવા પહોંચશે.
📍 મુખ્ય સ્ટોપેજ
આ ટ્રેન બંને દિશામાં નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશનો પર રોકાશે.
ટ્રેનમાં 8 કોચની MEMU રેક રહેશે અને તમામ કોચ અનારક્ષિત દ્વિતીય શ્રેણીના હશે.
ભાદરવી પૂનમના મેળામાં આવતા શ્રદ્ધાળુઓને આ સ્પેશિયલ ટ્રેનથી મુસાફરીમાં સુવિધા મળશે

