અમદાવાદ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા-૨૦૨૬ નિમિત્તે પદયાત્રીઓ અને દર્શનાર્થીઓની સુવિધા અર્થે ખાસ ‘એક્સ્ટ્રા બસ સંચાલન’નો શુભારંભ તથા નવીન બસોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યુ હતું . આ લોકાર્પણ પ્રસંગે વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણ માળી તથા શહેરી વિકાસ રાજયમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી.

26 સપ્ટેમ્બર સુધી પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગ દ્વારા અંબાજી મેળાનું વિશેષ સંચાલન કરવામાં આવનાર છે. આ વર્ષે ૧૦૦૦ જેટલી બસો થકી વધારાની ૩૦,૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરાયું છે, જેનો લાભ અંદાજે ૧૫ લાખ જેટલા યાત્રાળુઓ મેળવશે. યાત્રિકોની સુવિધા માટે અંબાજી ખાતે કુલ ૧૦ બૂથ બનાવવામાં આવ્યા છે, જ્યાં સુપરવાઇઝર અને બૂથ ઇન્ચાર્જ ફરજ બજાવનાર છે.
યાત્રાળુઓની સુવિધા માટે અંબાજીથી ગબ્બર, આબુરોડ, દાંતા, ડીસા, પાલનપુર, સિદ્ધપુર; અંબાજીથી મહેસાણા, વિસનગર, બેચરાજી, વડનગર, ખેરાલુ; તેમજ અંબાજીથી હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, અમદાવાદ, શામળાજી અને ભિલોડા જેવા મુખ્ય રૂટો પર સતત બસ સેવા કાર્યરત રહેનાર છે.
મુસાફરો માટે વિશેષ સુવિધાઓ વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાઇ છે, જેમાં એસ.ટી. બસોની સુવિધા સાથે હંગામી પેસેન્જર શેડ, પીવાના પાણીની વ્યવસ્થા અને જાહેર શૌચાયલની સુવિધા, માઇક એનાઉન્સમેન્ટ, બૂથ ઇન્ચાર્જના સંપર્ક નંબર અને યાત્રાળુઓના માર્ગદર્શન માટે હોર્ડિંગ્સ/બેનર્સ સહિત યાત્રાળુઓને કોઇપણ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
વધુમાં ક્રેન, મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ અને ડેપો ખાતે ફાયર ફાઇટરની તૈનાતી રખાઇ છે. તેમજ તમામ બસોના રીયલ-ટાઇમ મોનિટરિંગ માટે GPS ટેકનોલોજી આધારિત સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫માં ૯૦૦ જેટલી બસો થકી ૨૮,૫૦૬ ટ્રીપો દ્વારા ૧૩.૦૯ લાખ મુસાફરોને સેવા પૂરી પાડવામાં આવી હતી.
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો ભક્તોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવા માટે એસ.ટી. નિગમ સંપૂર્ણપણે સજ્જ થયું છે.
આ પ્રસંગે વાહન વાહનવ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા, અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ તેમજ ધારાસભ્ય સર્વેશ્રી અમિત ઠાકર, હસમુખ પટેલ, અમૂલ ભટ્ટ, કૌશિક જૈન અને દિનેશ કુશવાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

