કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ અંતર્ગત બ્રિટિશ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન, ગ્લાસગોથી આવેલ પ્રતિનિધિમંડળે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે માન. મેયરશ્રી હિતેશભાઈ બારોટ તથા માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ પ્રતિનિધિમંડળે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની થલતેજ અનુપમ સ્માર્ટ શાળા નં. ૨ તથા શ્રી એમ.કે. પટેલ ઘુમા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રતિનિધિમંડળે શાળાઓમાં ચાલી રહેલી વિવિધ શૈક્ષણિક, રમતગમત, સહ-અભ્યાસિક અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

પ્રતિનિધિમંડળે વર્ગખંડો ઉપરાંત કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ તેમજ STEM અને રોબોટિક્સ લેબની મુલાકાત લઈ વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી. વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિઓમાં જોડાઈને શિક્ષણ પદ્ધતિને સમજવાનો પણ પ્રયાસ કર્યો હતો. શાળાઓના અભ્યાસક્રમમાં સ્પોર્ટ્સના સમાવેશ તેમજ Activity Based Learning, Learning by Doing, Life Skills Development અને Pre-Vocational Activitiesની પણ સરાહના કરવામાં આવી હતી.

આજની મુલાકાત દરમિયાન મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ને અનુલક્ષીને શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે સહયોગ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ડેલિગેશનના હેડ અને ગ્લાસગો સિટી કાઉન્સિલના લીડ ઓફિસર એજ્યુકેશન, એજ્યુકેશન સર્વિસિસ શ્રી સમીર શર્માએ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની વિવિધ શૈક્ષણિક અને રમતગમત પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.

પ્રતિનિધિમંડળે ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટેની બેગલેસ ડેની સંકલ્પના, સ્પોર્ટ્સ ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન, આર્ટ એન્ડ ક્રાફ્ટ, વાંચનની ટેવ વિકસાવવા માટેના પ્રયાસો તથા પ્રવૃત્તિ આધારિત શિક્ષણને મહત્વપૂર્ણ પહેલ ગણાવી હતી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં **‘ચા પે ચર્ચા’**નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બ્રિટિશ કાઉન્સિલ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે નીચેના ક્ષેત્રોમાં સહયોગ માટે MOU કરવા અંગે ડેલિગેશને રસ દર્શાવ્યો હતો:

જાહેરાતAdvertisement

English Learning Teacher Training

Sports Integrated Education

School-to-School Partnership

India-UK Study Tour & Exchange Programme

આ પ્રસ્તાવ અંગે માન. મેયરશ્રી હિતેશભાઈ બારોટ અને માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવતાં શિક્ષણમાં રમતગમતના એકીકરણ, બાળકોની રમતગમત ક્ષેત્રે રહેલી ક્ષમતાઓ અને સંભાવનાઓને વિકસાવવા ભારત-યુકે સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમજ કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે અમદાવાદ શહેરને તૈયાર કરવા માટે જરૂરી આયોજન અને સહયોગ માટે તૈયારી દર્શાવી હતી.

આ મુલાકાત પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલભાઈ મિશ્રા, સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી ડૉ. સુજયભાઈ મહેતા, શ્રી અંકિતભાઈ રાઠોડ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી (સ્કૂલ બોર્ડ) નિલેશભાઈ પટેલ તથા સ્કૂલ બોર્ડના શાસનાધિકારીશ્રી ડૉ. એલ.ડી. દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.