પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને ‘રેલવન’ એપનો ઉપયોગ કરવાની અપીલ : રેલવેની તમામ સેવાઓ માટે એક જ એપ
પશ્ચિમ રેલવે યાત્રીઓને ભારતીય રેલવેની રેલવન એપનો વધુને વધુ ઉપયોગ કરવાની અપીલ કરે છે. આ ભારતીય રેલવેની ઇન્ટિગ્રેટેડ મોબાઈલ એપ છે, જે યાત્રીઓને રેલવે સંબંધિત અનેક સેવાઓ એક જ સુવિધાજનક અને યુઝર-ફ્રેન્ડલી ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવે છે. ટિકિટ બુકિંગ, ટ્રેન સંબંધિત માહિતી મેળવવા, ભોજન ઓર્ડર કરવા અથવા સહાયતા મેળવવા જેવી વિવિધ સેવાઓનો લાભ યાત્રીઓ પોતાના સ્માર્ટફોન મારફતે સરળતાથી ઉઠાવી શકે છે.

યાત્રીઓ રેલવન એપ મારફતે રિઝર્વ્ડ ટિકિટ, અનરિઝર્વ્ડ ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકે છે. આ ઉપરાંત આ એપ પર ટ્રેન શોધો, પીએનઆર સ્ટેટસ, કોચ સ્થિતિ, ટ્રેન ટ્રેક કરો, ખાવાનું ઓર્ડર કરો, ફાઈલ રિફંડ અને રેલ મદદ જેવી અનેક ઉપયોગી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આનાથી વિવિધ રેલવે સેવાઓ માટે અલગ-અલગ એપનો ઉપયોગ કરવાની જરૂરિયાત પૂરી થઈ જાય છે.
ડિજિટલ ટિકિટિંગને પ્રોત્સાહન આપવાના હેતુથી રેલવેએ રેલવન એપના મારફતે અનરિઝર્વ્ડ ટિકિટોના બુકિંગ પર તમામ ડિજિટલ ચુકવણી માધ્યમો દ્વારા કરવામાં આવેલી ચુકવણી પર 3 ટકાની છૂટની સુવિધા 31 માર્ચ, 2027 સુધી વધારી દીધી છે.
રેલવન એપ મારફતે અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરનારા યાત્રીઓ જો આર-વોલેટ મારફતે ચુકવણી કરે છે, તો તેમને 3 ટકા કેશબેકનો લાભ મળશે. આર-વોલેટ મારફતે કેશબેક તથા અન્ય ડિજિટલ ચુકવણી માધ્યમો પર આપવામાં આવી રહેલી છૂટનો હેતુ યાત્રીઓને ડિજિટલ ટિકિટિંગ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો તથા રેલવન એપના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
પશ્ચિમ રેલવેએ યાત્રીઓને રેલવન એપ ડાઉનલોડ કરીને તેની સંકલિત સુવિધાઓનો મહત્તમ લાભ ઉઠાવવાની અપીલ કરી છે. રેલવન એપ યાત્રીઓને રેલવેની મહત્વપૂર્ણ સેવાઓ સુધી પહોંચવા માટે એક સુવિધાજનક સિંગલ-વિન્ડો ડિજિટલ ઈન્ટરફેસ ઉપલબ્ધ કરાવે છે તથા રેલવે યાત્રાને વધુ સરળ, સ્માર્ટ અને સહજ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
રેલવન ડાઉનલોડ કરો — એક એપ, રેલવેની અનેક સેવાઓ અને વધુ સ્માર્ટ રેલવે યાત્રા તરફ એક પગલું.

