સોશિયલ મીડિયા પર ફરતા ફેક વિડિયોથી ગભરાવું નહીં, સત્યતા ચકાસો, સતર્ક રહો : નાયબ વન સંરક્ષક, અમદાવાદ*
અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે કે તારીખ 20/7/2026ના રોજ શરણ દીપ સોસાયટી, ઘુમામાં વહેલી સવારે દીપડો સીસીટીવીમાં કેદ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તથા ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાં રેકી કરવી, દીપડો પકડવા માટેના પાંજરા મૂકવા, વન વિભાગના વેટનરી ડોક્ટર તથા રેસ્ક્યુરની ટીમ તથા 20થી વધુ ગાર્ડ /ફોરેસ્ટરની ટીમ તમામ સાધન સામગ્રી સાથે ત્યાં ઉપસ્થિત છે, તથા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. DCF અમદાવાદ (નાયબ વન સંરક્ષક, અમદાવાદ) ની વિનંતી છે કે ખોટી અફવાઓ ન ફેલાવવા આવે, દીપડો સાંજે અને રાતના સમયે નીકળતો હોય અને શરમાળ પ્રાણી હોય, તથા માનવ તેનો કુદરતી ખોરાક ન હોય, લોકો એ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્કતા રાખવાની ચોક્કસ જરૂર છે. વન વિભાગની ટીમ સતર્ક અને સજ્જ છે. તથા દીપડાની ઘનિષ્ઠ તપાસ ચાલુ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
વધુમાં ગઈ રાત્રે "ચાંદખેડામાંથી દીપડો રેસ્ક્યુ કરવામાં આવેલ"નો વિડિયો વાયરલ થયો હતો, જે પણ અફવા હતી, અન્ય કોઈ રાજ્યનો ખૂબ જૂનો વિડિયો સોશિયલ મીડિયા પર ફરતો કરવામાં આવ્યો હતો. આ પ્રકારની અફવાથી બચવા, અને અફવા ન ફેલાવવા પણ લોકોને વિનંતી કરવામાં આવી છે.
માત્ર સત્તાવાર માહિતી જ ધ્યાને લેવા વિનંતી છે, એવી અપીલ સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદ દ્વારા કરવામાં આવી છે.

