ભારે વરસાદથી થયેલા નુકસાન સામે નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને સુરતની જેમ જ મદદ કરવાનો નિર્ણય. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના આધારે પારદર્શી રીતે સર્વે હાથ ધરાશે. સહાય પેકેજથી વેપાર-રોજગાર વહેલી તકે પુનઃ ધમધમતા થશે.

૨. * વારંવાર તૂટી જતા ડામરના રસ્તાઓની મુશ્કેલીના કાયમી નિવારણ માટે નિર્ણય. રસ્તાઓની મજબૂતાઈ અને ગુણવત્તા વધારવા જરૂર જણાયે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ C.C. રોડની કામગીરીનો વ્યાપ વધારવામાં આવશે.

જાહેરાતAdvertisement

૩. ભારે વરસાદ વચ્ચે ઊર્જા વિભાગની ઝડપી મરામત કામગીરી:* તાજેતરમાં જ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ૨,૫૭૫ ફીડર, ૧,૪૬૪ વીજ પોલ અને ૫,૦૦૦ ટ્રાન્સફોર્મરને પૂર્વવત કરવાની કામગીરી ૩,૪૦૦થી વધુ વીજ કર્મીઓની ૯૦૦થી વધુ ટીમોએ યુદ્ધધોરણે હાથ ધરી. વીજ પુરવઠો ખોરવાયેલા તમામ ૧,૧૯૭ ગામોમાં ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી જનજીવન થાળે પાડવામાં આવ્યું.

*૪. ફિલ્ડમાં કાર્યરત વીજ કર્મચારીઓની સલામતી માટે વિશેષ નિર્દેશ:* અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં અવિરત વીજ પુરવઠો ચાલુ રાખતા વીજ કર્મચારીઓની સલામતી પર મુખ્યમંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યો. કામગીરી દરમિયાન સલામતીના નિયમોનું કડક પાલન કરવા અને જરૂર જણાય ત્યાં વધુ સારા તથા આધુનિક સેફ્ટીના સાધનો ઉપલબ્ધ કરાવવા ઉચ્ચ અધિકરીઓને સૂચના આપવામાં આવી.

*૫. રાજ્યમાં સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમદાનનું આહ્વાન:* મુખ્યમંત્રીશ્રીએ અગાઉ કરેલા આહ્વાનના પગલે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે રાજ્યના જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકો સાથે મળીને ઓછામાં ઓછી ૧ કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરશે. વડાપ્રધાનશ્રીના 'સ્વચ્છ ભારત'ના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી.

*૬. પૂર-અતિવૃષ્ટિમાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ:* કેબિનેટ બેઠકની શરૂઆતમાં જ સમગ્ર મંત્રીમંડળે રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્માંચે વિવિધ કારણોસર જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

*૭. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવાયું:* સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાઈ રહેલી 'કોમનવેલ્થ ગેમ્સ'માં ૨ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મળી કુલ ૧૦ મેડલ જીતનાર ભારતીય રમતવીરો તથા તેમના કોચને ગુજરાત સરકાર વતી હાર્દિક અભિનંદન અને આગામી રમતો માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.