હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવેલી સંભાવનાને પગલે, કૃષિ વિભાગ દ્વારા તમામ ખેડૂતોને પોતાના પાક, પશુધન અને ખેત-સંસાધનોની સુરક્ષા માટે આગોતરા પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કુદરતી આપત્તિ સામે સંભવિત નુકસાન ઘટાડવા માટે ખેડૂતોએ હાલના તબક્કે ઊભા પાકમાં પિયત આપવાનું તેમજ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું બંધ રાખવું, ખેતરમાં વધારાનું પાણી ભરાઈ ન રહે તે માટે ડ્રેનેજ-નીંક તાત્કાલિક ખુલ્લી કરી પાણીના સરળ નિકાલની વ્યવસ્થા કરવા જણાવાયું છે. આ સાથે તૈયાર થઈ ગયેલા શાકભાજી કે બાગાયતી પાકોને વહેલી તકે ઉતારીને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા તથા કાપણી કરેલ પાક, અનાજ કે ઘાસચારાને તાડપત્રીથી બરાબર ઢાંકી દેવા અથવા પાકા ગોડાઉન/શેડમાં સુરક્ષિત રાખવા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ખેડૂતોએ ટ્રેક્ટર, થ્રેશર જેવા કિંમતી ખેત-ઓજારોને નીચાણવાળા વિસ્તારોને બદલે ઊંચાણવાળા અને સલામત સ્થળે પાર્ક કરવા તેમજ પશુઓને નીચાણવાળા ભાગો, નદી-નાળાના કિનારે, મોટા વૃક્ષો, વીજળીના થાંભલા, જર્જરિત દીવાલો કે હોર્ડિંગ્સ નીચે બાંધવા નહીં.

જો પૂર કે પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય, તો પશુઓને દોરડાથી મુક્ત કરવા જેથી તેઓ સ્વયં ઊંચાણવાળા સ્થળે જઈ શકે, પશુઓ માટે સૂકા ચારા અને પીવાના સ્વચ્છ પાણીનો પૂરતો સ્ટોક અગાઉથી કરી રાખવો.

વીજળીના કડાકા-ભડાકા કે તીવ્ર પવન સમયે ખેતરમાં વૃક્ષો નીચે કે ખુલ્લામાં ઊભા રહેવું નહીં. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં સ્થાનિક સરપંચ, તલાટી કે ગ્રામસેવકનો તુરંત સંપર્ક કરવો અને તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.