સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સરકારી તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે
અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા પણ અનેક પગલાં લેવાયા છે

વરસાદી પરિસ્થિતિ અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખી સગર્ભા માતાઓની સુરક્ષા માટે અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓની સુરક્ષિત પ્રસૂતિ સુનિશ્ચિત કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ 28 પ્રસૂતિઓ આરોગ્ય સંસ્થાઓમાં સફળતાપૂર્વક કરવામાં આવી હતી. ત્યારબાદ પણ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છેલ્લા 24 કલાકમાં અંદાજે 36 જેટલી પૂર્ણગર્ભા સગર્ભા મહિલાઓને આગોતરા ધોરણે હોસ્પિટલમાં દાખલ (Hospitalize) કરવામાં આવી છે. જેથી કરીને ભારે વરસાદ માં હોસ્પિટલ પહોંચવામાં કોઈ તકલીફ ન પડે
આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન જેમની પ્રસૂતિની સંભાવના છે તેવી તમામ સગર્ભા બહેનોને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, જેથી અચાનક વરસાદ, માર્ગ વ્યવહારમાં અવરોધ અથવા અન્ય કોઈ ઇમરજન્સીની સ્થિતિમાં દોડધામ ટાળી શકાય અને માતા તેમજ નવજાત શિશુની સુરક્ષિત પ્રસૂતિ સુનિશ્ચિત થઈ શકે.
આગોતરા આયોજન હેઠળ 108 એમ્બ્યુલન્સ સેવા, તબીબી ટીમો, દવાઓ, બ્લડની ઉપલબ્ધતા તથા જરૂરી આરોગ્ય સેવાઓને પણ સતર્ક રાખવામાં આવી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલું આ લોકહિતનું મહત્વપૂર્ણ પગલું વરસાદી પરિસ્થિતિમાં માતા અને બાળકના આરોગ્યની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.

