અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના તબીબી વિભાગ દ્વારા જુલાઈ-2026 દરમિયાન જનસ્વાસ્થ્ય, રોગ નિવારણ, આરોગ્ય જાગૃતિ તથા કર્મચારી કલ્યાણના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. મંડળની વિવિધ રેલવે હોસ્પિટલો, આરોગ્ય એકમો, રેલવે કોલોનીઓ, સ્ટેશનો તથા કચેરીઓમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારતા અનેક વિશેષ અભિયાનો અને આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું.

ચોમાસાને ધ્યાનમાં રાખીને રેલવે કોલોનીઓ, સ્ટેશનો, કચેરીઓ, રનિંગ રૂમ, લોબી તથા બેરેકોમાં મચ્છરના પ્રજનન સ્થળોનું વ્યાપક સર્વેક્ષણ કરવામાં આવ્યું. સાથે જ ફોગિંગ, લાર્વીસાઇડલ સારવાર તથા મલેરિયા નિવારક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. રેલવે કોલોનીઓમાં પોસ્ટર અને પેમ્ફલેટનું વિતરણ કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા. આ ઉપરાંત, ઘન કચરો વ્યવસ્થાપન નિયમો-2026 હેઠળ મુખ્ય રેલવે કોલોનીઓને બલ્ક વેસ્ટ જનરેટર (BWG) તરીકે ઓળખી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં નોંધણીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી.

જાહેરાતAdvertisement

વિશ્વ જનસંખ્યા દિવસ અને વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે જાગૃતિ અભિયાન

11 જુલાઈના રોજ વિશ્વ જનસંખ્યા દિવસ તથા 28 જુલાઈના રોજ વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે મંડળની હોસ્પિટલો, આરોગ્ય એકમો અને રેલવે કોલોનીઓમાં વ્યાખ્યાનો, આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો, પોસ્ટર પ્રદર્શન અને જાગૃતિ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમોમાં તબીબો, આરોગ્ય કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો.

*આરોગ્ય તપાસ શિબિરો દ્વારા સેંકડો લાભાર્થીઓને મળ્યો લાભ*

જુલાઈ મહિના દરમિયાન મંડળના વિવિધ આરોગ્ય કેન્દ્રો તથા રનિંગ રૂમોમાં અનેક આરોગ્ય તપાસ શિબિરો યોજાઈ. પાટણ, પાલનપુર, ગાંધીધામ, વટવા, મહેસાણા તથા અન્ય સ્થળોએ યોજાયેલી શિબિરોમાં સેંકડો રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોની આરોગ્ય તપાસ કરવામાં આવી. મહેસાણા આરોગ્ય એકમમાં ટીબી સ્ક્રીનિંગ માટે 75 વ્યક્તિઓના છાતીના એક્સ-રે કરવામાં આવ્યા, જેમાં કોઈપણ ટીબીનો દર્દી મળી આવ્યો નહોતો.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

*'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ*

12 જુલાઈના રોજ 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત સાબરમતી રેલવે કોલોનીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક સહિત શાખાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લઈને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.

*વિશેષ સિદ્ધિઓ અને આરોગ્ય દિવસોનું સફળ આયોજન*

જુલાઈ મહિના દરમિયાન કાંકરિયા આરોગ્ય એકમમાં હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ઉપરાંત રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ, વિશ્વ જનસંખ્યા દિવસ, વિશ્વ હેપેટાઇટિસ દિવસ, એન્ટી મલેરિયા પ્રવૃત્તિઓ તેમજ '100 દિવસ ટીબી મુક્ત અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા લાભાર્થીઓએ ભાગ લીધો.

*પ્રશિક્ષણ અને ક્ષમતા વિકાસ*

તબીબી અધિકારીઓ તથા કર્મચારીઓના કૌશલ્ય વિકાસ માટે એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ (AMP-III), બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલ કમિટી તથા HMIS મોડ્યુલ સંબંધિત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

*વેલનેસ કેમ્પ અને આયુષ સેવાઓ*

જુલાઈ મહિના દરમિયાન કુલ 11 વેલનેસ કેમ્પો યોજાયા, જેમાં 844 લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો. આ દરમિયાન ઉચ્ચ રક્તચાપ (Hypertension) ના 36 નવા તથા મધુમેહ (Diabetes) ના 20 નવા દર્દીઓની ઓળખ કરવામાં આવી. આયુષ ઓપીડી હેઠળ આયુર્વેદમાં 372 તથા હોમિયોપેથીમાં 204 દર્દીઓની સારવાર કરવામાં આવી.

*તબીબી પરીક્ષણ અને આધુનિક સારવાર*

જુલાઈ મહિના દરમિયાન 124 ઉમેદવારો તથા 231 રેલવે કર્મચારીઓના તબીબી પરીક્ષણો કરવામાં આવ્યા. મંડળ રેલવે હોસ્પિટલમાં બે સફળ ટોટલ ની રિપ્લેસમેન્ટ (TKR) સર્જરી, શોલ્ડર રોટેટર કફ રિપેર, URSL તથા સિસ્ટોલિથોટ્રિપ્સી જેવી આધુનિક તબીબી પ્રક્રિયાઓ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ પોતાના તબીબી વિભાગ દ્વારા રેલવે કર્મચારીઓ, તેમના પરિવારજનો તથા મુસાફરોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા ઉપરાંત નિવારક સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાનોને સતત ગતિ આપી રહ્યું છે.