અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના નામે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના નામે અલગ અલગ વ્યક્તિઓએ વાતચીત કરી તેમજ ફરિયાદીનો વિશ્વાસ કેળવી સિવિલ હોસ્પિટલના સહિ સિક્કાવાળું બનાવટી એમ્પ્લોય આઇડી કાર્ડ તેમજ ટેન્ડર ફોર્મ પરચેજ ઓર્ડર જેવા બનાવટી ડોક્યુમેન્ટ મોકલી ફરિયાદીની કંપનીને સિવિલ હોસ્પિટલમાં 2000 ડિસ્પોઝેબલ બેગ આપવાનું કામ અપાવવાના નામે તેમની પાસેથી જુદી જુદી પ્રોસેસના નામે તથા z સર્ટિફિકેટ સીપીસીપી સર્ટિફિકેટ તેમ જેમ સર્ટિફિકેટ એમ જુદા જુદા ચાર્જના નામે કુલ રૂપિયા 9 લાખ ૬૦ હજાર ભરાવડાવી તે પૈસા મેળવી લઈ તેમની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ હોવાની ફરિયાદ સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ફરિયાદીએ નોંધાવી હતી જેની તપાસ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતા ત્રણ આરોપીઓ ને પકડી પાડવામાં આવ્યા છે રાહુલ શર્મા ,વિપુલ સિંહ, અમન કુશવાહ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીના નામે વાતચીત કરી ફરિયાદી કંપનીને ડિસ્પોઝલ બેગ નો કોન્ટ્રાક્ટ આપવાના નામે પૈસા ભરાવી છેતરપિંડી કરનાર ગેંગના સભ્યોને ઝડપી પાડતી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ
Tuesday, 4 August 2026 at 02:16 pm

