વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ ભારતીય રેલવેના વડોદરા રેલવે સ્ટેશનની નજીક, પંડ્યા બ્રિજ પાસે કરવામાં આવી રહ્યું છે. મુસાફરોને ભારતીય રેલવે અને બુલેટ ટ્રેન વચ્ચે નિરવધિ અને સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે આ સ્ટેશન ભારતીય રેલવેના હાલના પ્લેટફોર્મ નં. 7 ઉપર નિર્માણાધીન છે. આ એકીકરણ દ્વારા મુસાફરોને બંને સેવાઓ વચ્ચે સરળતાથી ઇન્ટરચેન્જ (સ્થાનાંતરણ) કરવાની સુવિધા મળશે.
સ્ટેશનનું વર્તમાન સ્થાન પશ્ચિમ રેલવે સ્ટેશન તેમજ શહેર અને આંતરરાજ્ય બસ ડેપો સાથે ઉત્તમ મલ્ટીમોડલ કનેક્ટિવિટી પ્રદાન કરે છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
સ્ટેશનની ડિઝાઇન શહેરમાં જોવા મળતા વડ (વટવૃક્ષ)ના વૃક્ષની આકૃતિ અને તેના પાંદડાઓમાંથી પ્રેરિત છે. સ્ટેશનના આંતરિક ભાગોનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે મુસાફરોના વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ ઉપલબ્ધ રહે તેમજ બહારના આકાશનું દૃશ્ય પણ જોવા મળે.
મુસાફરોની સુવિધા અને આરામને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર પ્રતીક્ષાલય, શિશુ સંભાળ કક્ષ (બેબી કેર રૂમ), રેસ્ટ રૂમ, રિટેલ આઉટલેટ્સ સહિતની અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત,
કાર, બસ અને ઓટો જેવા વિવિધ પરિવહન સાધનો માટે અલગ પાર્કિંગ વિસ્તાર તેમજ પિક-અપ અને ડ્રોપ-ઓફ બેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્ટેશનની વર્તમાન પ્રગતિ

સ્ટેશનના કોનકોર્સ, ટ્રેક અને પ્લેટફોર્મ સ્તરે સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેકશનનું કામ પ્રગતિ પર છે.

