આજે મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટ ઝોનમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સાઇટ વિઝિટ કરવામાં આવી હતી, જેમાં સંસ્કાર કેન્દ્રના રિસ્ટોરેશનના ચાલી રહેલા કામ તેમજ નવનિર્માણ પામતા અર્બન હાઉસની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે, જરૂરી ટેકનિકલ બાબતોનું યોગ્ય પાલન થાય અને તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની એ શહેરમાં ચાલતા વિકાસ લક્ષી પ્રોજેક્ટની વિઝીટ કરી
Tuesday, 11 August 2026 at 05:19 pm

